ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર: ઈરાનના હેન્ડલરે પાકિસ્તાનીને આપ્યો કોન્ટ્રાક્ટ, ન્યૂયોર્ક કોર્ટમાં ખુલાસો

અમેરિકા-ઈઝરાઇલ અને ઈરાન વચ્ચે વધતી તણાવ વચ્ચે, ન્યૂયોર્કની કોર્ટમાં ટ્રમ્પની હત્યાના એક સંભવિત ષડયંત્ર વિશે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટે કોર્ટમાં જણાવ્યું કે ઈરાનના ગુપ્ત એજન્ટોએ તેને બળજબરીથી આ ષડયંત્રમાં સામેલ કર્યા હતા.

મર્ચન્ટે દાવો કર્યો કે ઈરાની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના હેન્ડલરે, મેહરદાદ યૂસુફે, એપ્રિલ 2024માં તેને અમેરિકામાં મોકલ્યો અને ત્રણે મુખ્ય ટાર્ગેટ બતાવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડેન અને નિક્કી હેલી. મર્ચન્ટે કોર્ટમાં જણાવ્યું કે, તેમણે આ ષડયંત્ર ઉપરાંત કેટલાક દસ્તાવેજો ચોરી કરવા પણ જણાવ્યું હતું.

મર્ચન્ટે કોર્ટમાં જણાવ્યું કે, “મારા પરિવારને ધમકી આપવામાં આવી હતી, અને મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો.” તેમના પરિવારના સભ્યો પાકિસ્તાન અને ઈરાનમાં રહેતા હતા. FBIએ મોચેન્ટ સાથે લુપ્ત કેમેરો ગોઠવી, જેમાં જૂન 2024માં ક્વીંસની એક મોટલમાં ટાર્ગેટની હત્યાનું ષડયંત્ર બનાવતા મર્ચન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ઈરાન હેન્ડલરે તેમને 5000 ડોલરની એડવાન્સ પણ આપેલી હતી.

મર્ચન્ટે પોતાના પર લાગેલા આતંકવાદી અને કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપોનો ઇન્કાર કર્યો અને નિર્દોષ હોવાનું દાવો કર્યો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

2027ની ચૂંટણી પહેલા BJP પંજાબમાં 13 દિવસના ડ્રગ વિરોધી અભિયાનની યોજના બનાવી રહ્યું….

-> ચૂંટણી પહેલા નશાનો મુદ્દો કેન્દ્રમાં લાવવાની તૈયારી, 117 વિધાનસભા બેઠકો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ; AAP સરકારને ઘેરવાની તૈયારી : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યમાં નશાની સમસ્યાને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સામેલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BJP પંજાબમાં નશા વિરોધી અભિયાનને વધુ મોટા સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે અને લગભગ 13 દિવસ સુધી ચાલનારી વિશેષ રાજકીય-જનજાગૃતિ ઝુંબેશની યોજના પર કામ થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભાજપે સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો સુધી નશા વિરોધી યાત્રા અને કાર્યક્રમો પહોંચાડવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે Punjabના નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકોમાં નશા વિરોધી…

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Life-Saving Triumph

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Ahmedabad: Ahmedabadની રાજ્ય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમે ગંભીર ટિટેનસ એટલે કે ધનુરની બીમારીથી પીડાતા 22 વર્ષીય યુવાનને 72 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના રાજસમંદના રહેવાસી વિનોદ સોહનલાલ રેગરને અત્યંત નાજુક સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને લાંબા સમય સુધી ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. ટિટેનસની ગંભીર અસરને કારણે દર્દીને મોં ખોલવામાં મુશ્કેલી, શરીરમાં તીવ્ર અકડાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ હતી. સારવાર દરમિયાન દર્દીને અનેક જટિલતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબો,…