NZ vs SA : સાઉથ આફ્રિકાને હરાવી ન્યુઝીલેન્ડની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, એલેનની શાનદાર સદી

ICC T20 વર્લ્ડ કપ 2026ની રચના સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમએ દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને હરાવી ફાઇલમાં જગ્યા બનાવી છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમિત આ મેન ક્રિકેટ ચાહકો માટે રોમાંચથી ભરપૂર રહી છે. ટોસ જીતી કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

દક્ષિણ આફ્રિકાનો પડકારજનક સ્કોર
પ્રથમ બેટિંગ માટે ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 196 રન નોંધાવ્યા. માર્કો જેન્સેનએ 30 બોલમાં અણનમ 55 રન ફટકારી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ડેવોલ્ડ બ્રેવિસએ 34 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સએ 29 રન ઉમેર્યા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરી, રચિન રવિન્દ્ર અને કોલ મેકકોન્ચીએ 2-2 વિકેટ ઝડપી મહત્વપૂર્ણ બ્રેકથ્રૂ અપાવ્યા. જેમ્સ નિશમ અને લોકી ફર્ગ્યુસનએ એક-એક વિકેટ મેળવી.

એલેનની સદીથી કિવી ટીમનો ઐતિહાસિક ચેઝ
જવાબમાં ન્યુઝીલેન્ડે આત્મવિશ્વાસપૂર્વક ચેઝ શરૂ કર્યો. ઓપનર ફિન એલનએ શાનદાર સદી ફટકારી દક્ષિણ આફ્રિકાના બોલરોને દબાણમાં મૂકી દીધા. તેમની આક્રમક બેટિંગના કારણે મધ્યક્રમને સ્થિરતા મળી અને ટીમે લક્ષ્ય હાંસલ કર્યું. મહત્વપૂર્ણ ભાગીદારીઓ અને સંયમિત બેટિંગના કારણે કિવી ટીમે નિર્ધારિત લક્ષ્ય પાર કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો.

માર્કરામની ટીમને સેમિફાઈનલમાં ઝટકો
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરામની આગેવાની હેઠળ ટીમ આખા ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી હતી. ગ્રુપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું, પરંતુ સેમિફાઈનલમાં કિવી ટીમે જોરદાર વાપસી કરી બદલો લીધો. હવે ન્યુઝીલેન્ડ 8 માર્ચે રમાનારી ફાઈનલમાં ખિતાબ માટે ટક્કર આપશે. ક્રિકેટ ચાહકો માટે આ મુકાબલો યાદગાર અને રોમાંચક સાબિત થયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…