ECI અને રાજ્ય ચૂંટણી કમિશનરો (SECs) વચ્ચે 27 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાશે મહત્વપૂર્ણ બેઠક

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આગામી મંગળવાર, 24 ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતના ચૂંટણી પંચ અને રાજ્યોના ચૂંટણી કમિશનરોની ‘નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 પછી, એટલે કે 27 વર્ષના લાંબા ગાળા બાદ આ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે.

આ કોન્ફરન્સની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કરશે, જેમાં ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનરો તેમના કાયદાકીય અને ટેકનિકલ નિષ્ણાતો સાથે સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત તમામ 36 રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ (CEOs) પણ આ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

કોન્ફરન્સ મુખ્ય ઉદ્દેશ્યો અને ચર્ચાના વિષયો

આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતના ચૂંટણી પંચ (ECI) અને રાજ્યોના ચૂંટણી પંચો (SECs) વચ્ચે ચૂંટણી પ્રક્રિયાઓ અને લોજિસ્ટિક્સ બાબતે તાલમેલ વધારી ‘સહકારી સંઘવાદ’ની ભાવનાને મજબૂત કરવાનો છે. કોન્ફરન્સ દરમિયાન નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે:
1. ટેકનોલોજીનું આદાન-પ્રદાન અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ.

2. મતદાર યાદી (Electoral Rolls) ને વધુ સચોટ અને મજબૂત બનાવવાની પદ્ધતિઓ.

3. તાજેતરમાં લોન્ચ કરાયેલ ડિજિટલ પ્લેટફોર્મ ‘ECINET’ અંગે ભારતના ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિશેષ પ્રેઝન્ટેશન.

4. EVM ની પારદર્શિતા અને સુરક્ષાત્મક પાસાઓ વિશે વિસ્તૃત સમજૂતી.

આ કોન્ફરન્સ દરમિયાન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 (Representation of the People Act, 1950) ના સંદર્ભમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની લાયકાત અંગેનું તુલનાત્મક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે, જેથી વિવિધ કાર્યક્ષેત્રોમાં મતદાર યાદી તૈયાર કરવાના કાયદાકીય માળખા પર વિસ્તૃત વિચાર-વિમર્શ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, સંબંધિત રાજ્યોના કાયદા દ્વારા 73મા અને 74મા બંધારણીય સુધારા અંતર્ગત સશક્તિકરણની જોગવાઈઓ હેઠળ રાજ્ય ચૂંટણી પંચોની રચના કરવામાં આવી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 243K અને 243ZA હેઠળ રાજ્ય ચૂંટણી પંચો પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. આ પરિષદ ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણીપંચો વચ્ચેના સંકલનને નવી ઊંચાઈએ લઈ જશે, જેનાથી સમગ્ર દેશની ચૂંટણી પ્રક્રિયા વધુ સુગમ અને આધુનિક બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabadમાં દુબઈ જેવો ટાવર, ₹570 કરોડનો પ્રોજેક્ટ!…

દુબઈ જેવી સ્કાયલાઈન Ahmedabadમાં! ₹570 કરોડના ખર્ચે બનશે ‘સિટી સ્ક્વેર’: સિંધુ ભવન રોડ પર 175 મીટર ઊંચો ટાવર, હવામાં રેસ્ટોરન્ટ અને સ્કાય વોકનો અનુભવ Ahmedabad: ગુજરાતના આર્થિક અને આધુનિક શહેર તરીકે ઓળખાતા Ahmedabadને નવી ઓળખ આપવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આશરે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર એટલે કે આશરે 574 ફૂટ ઊંચો આઇકોનિક ટાવર હશે, જે અંદાજે 55 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવશે. ટાવરમાં ઊંચાઈ પર રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે, સ્કાય ડેક અને સ્કાય વોક બનાવવાનું આયોજન છે. અહીં કોફી પીવાની સાથે શહેરનો રાત્રિનો નજારો નિહાળવાનો અનોખો અનુભવ મળી શકે છે. આ ઉપરાંત…

હેલોવીનમાં ઓરી બન્યા ‘તુમ્બાડ’ના હસ્તર, ડરામણો લુક થયો વાયરલ… 1

હેલોવીન પાર્ટીમાં ઓરીનો ખૌફનાક અવતાર! ‘તુમ્બાડ’ના હસ્તર બનીને છવાયા, લાલ રંગની બોડી અને અણીદાર નખ જોઈ ફેન્સના હોશ ઊડ્યા મુંબઈ: બોલિવૂડના સેલિબ્રિટી સર્કલમાં પોતાની અનોખી સ્ટાઇલ અને અતરંગી અંદાજ માટે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હેલોવીન 2026 નિમિત્તે ઓરીએ એવો ડરામણો લુક અપનાવ્યો છે કે તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વખતે તેમણે વિદેશી ભૂત, વેમ્પાયર કે ઝોમ્બી બનવાને બદલે ભારતીય હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના ખૌફનાક પાત્ર હસ્તરનો અવતાર ધારણ કર્યો છે. આખા શરીર પર લાલ રંગનું પેઇન્ટ, આંખોની આસપાસ કાળા વર્તુળો, માથા પર જૂનો મુગટ અને હાથ-પગમાં લાંબા અણીદાર નખ સાથે ઓરીનો લુક ખરેખર ડરામણો લાગી રહ્યો છે. તેમના આ અનોખા અવતારને જોઈને ફેન્સને…