અરબ સાગરમાં તણાવ: US નેવીએ ઈરાનના ડ્રોનને તોડી પાડ્યું

અરબ સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતો જાય છે. મળી રહેલી માહિતી અનુસાર અમેરિકી નેવીએ એક એરક્રાફ્ટ કેરિયરના નજીક પહોંચેલા ઈરાનના ડ્રોનને તોડી પાડ્યું છે. રિપોર્ટ મુજબ, તોડી પાડેલો ડ્રોન ઈરાનનો શહીદ-139 ડ્રોન હતો, જેને F-35 ફાઈટર જેટે હવામાં જ નિશાન બનાવીને તોડી નાખ્યો. આ ઘટનાને તાજેતરમાં વધતા અમેરિકા-ઈરાન તણાવ સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમાં સુધી ઈરાન તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

ઈરાનની બોટ પર યુએસ ટેન્કરના પ્રયાસ
મંગળવારે સ્ટ્રેટ ઓફ હોર્મુજમાં ઈરાનની હથિયારબંધ બોટોએ એક યુએસ-ફ્લેગ્ડ ઓઈલ ટેન્કરને રોકવાનો પ્રયત્ન કર્યો. ટેન્કર પર દબાણ વધારવાનો પ્રયાસ થયો, અને અમેરિકી દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા 50 કેલિબર મશીન ગનથી સજ્જ 6 ગનબોટસ ટેન્કર પાસે આવી, બોર્ડિંગ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. ટેન્કરે સ્પીડ વધારી બચાવ કર્યું અને ત્યારબાદ યુએસ યુદ્ધ જહાજે તેને સુરક્ષા આપી. ઉલ્લેખનીય છે કે આ પહેલા યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન એજન્સીએ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુજમાં જહાજ સાથે જોડાયેલી સમસ્યાની પુષ્ટી કરી હતી.

શું છે પરિસ્થિતિ
વિશ્વ રાજનીતિ વિશ્લેષકોએ જણાવ્યું કે તાજેતરમાં તુર્કી ખાતે પરમાણુ કરાર અંગેના વાતચીત શરૂ થવાના વચ્ચે આ ઘટનાએ અરબ સાગરમાં તણાવ વધારે છે. વાસ્તવમાં, બંને દેશો વચ્ચે આ પ્રકારની ઘટનાઓ આગળ પણ બની શકે છે, જે આંતરરાષ્ટ્રીય નૌકાદળીય સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…