નવી દિલ્હી ખાતે ત્રિદિવસીય IICDEM-2026 કોન્ફરન્સનો પ્રારંભ, દર્શાવવામાં આવી આ ડોક્યુસિરીઝની ઝલક

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આયોજિત 3-દિવસીય ‘ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરિષદ’ (IICDEM) 2026 નો આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ થયો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો (ECs) ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ આશરે 60 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું ઔપચારિક સ્વાગત કર્યું.

આ ભવ્ય ઉદઘાટન સત્રમાં 42 ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (EMBs) ના પ્રતિનિધિઓ, 27 દેશોના રાજદૂતો/હાઈ કમિશનરો, 70 થી વધુ રાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો અને ભારતના 36 મુખ્ય નિર્વાચન અધિકારીઓ (CEOs) સહિત આશરે 1,000 આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા દાયકાઓમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓની કામગીરીમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારત, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, 1.5 અબજની વસ્તી અને 28 રાજ્યો તથા 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અભૂતપૂર્વ સ્તરે ચૂંટણીઓનું સંચાલન કરે છે.

ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુએ નાગરિકોના વિશ્વાસને અમૂલ્ય ગણાવતા કહ્યું કે દરેક ચૂંટણીના કેન્દ્રમાં નાગરિક હોય છે. નાગરિકોની પસંદગીનું સન્માન જળવાય તે જોવાની સામૂહિક જવાબદારી ચૂંટણી સંસ્થાઓની છે. જ્યારે ચૂંટણી કમિશ્નર ડૉ. વિવેક જોશીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું કે, IICDEM-2026 ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અને યોગદાન આપનારા સંશોધકો, વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની છે.

“ઇન્ડિયા ડિસાઇડ્સ” ની ઝલક દર્શાવવામાં આવી
આ અવસરે IIIDEMના DG રાકેશ વર્માએ થીમ ‘સર્વસમાવેશક, શાંતિપૂર્ણ, મક્કમ અને ટકાઉ વિશ્વ માટે લોકશાહી’ પર પ્રકાશ પાડીને 21મી સદીમાં લોકશાહીના વ્યાપક અને બહુપરિમાણીય ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના સહયોગથી નિર્મિત ડોક્યુસિરીઝ “ઇન્ડિયા ડિસાઇડ્સ” ની ઝલક દર્શાવવામાં આવી હતી. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના મેનેજિંગ ડિરેક્ટર અર્જુન નોહવારે જણાવ્યું હતું કે, આ ડોક્યુસિરીઝ વિશ્વના સૌથી જટિલ મેન્ડેટ ધરાવતી સંસ્થાની કામગીરી અને સામાન્ય ચૂંટણીઓને દ્રશ્યોના માધ્યમથી રજૂ કરે છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…