ગુરુવારે વહેલી સવારે સ્વિટ્ઝર્લૅન્ડના પ્રખ્યાત લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટ ટાઉન ક્રેન્સ મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટનું સ્થળ રાજધાની બર્નથી બે કલાક દૂર આવેલું છે. વિસ્ફોટ બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.
સ્વિસ પોલીસે જણાવ્યું હતું કે રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લાથિયોને જણાવ્યું હતું કે વિસ્ફોટ કોઈ અજાણ્યા સ્ત્રોત દ્વારા થયો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ લે કોન્સ્ટેલેશનમાં થયો હતો, જે પ્રવાસીઓમાં લોકપ્રિય બાર છે.
ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા
વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે . ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરી
ક્રેન્સ મોન્ટાના એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જે રજાઓ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખાસ કરીને ભીડ સક્રિય હોય છે. બ્લાસ્ટ મામલે પોલીસ તંત્રનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમો પુરાવા એકઠા કરી રહી છે અને બારમાં હાજર લોકોના ઇન્ટરવ્યુ લઈ રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






