17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફરેલા તારિક રહેમાને યોજી રેલી, શેખ હસીના વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને, જેઓ 17 વર્ષ પછી પોતાના વતન પરત ફર્યા હતા, ગુરુવારે તેમના સ્વાગત માટે આયોજિત એક રેલીને સંબોધિત કરી. હજારો લોકોની ભીડને સંબોધતા, તારિકે દેશમાં શાંતિ માટે હાકલ કરી. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાને કહ્યું કે બાંગ્લાદેશની પહેલી પ્રાથમિકતા શાંતિ સ્થાપિત કરવાની હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે તારિક રહેમાન 17 વર્ષના અંતરાલ પછી ગુરુવારે બ્રિટનથી સ્વદેશ પરત ફર્યા હતા. રહેમાનની સાથે તેમની પત્ની ઝુબૈદા રહેમાન અને પુત્રી ઝૈમા રહેમાન પણ ઢાકા પહોંચ્યા હતા. બીએનપીની સ્થાયી સમિતિના સભ્યોએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બીએનપીના હજારો સમર્થકો તેમના સ્વાગત માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. ઢાકામાં સભાને સંબોધતા તારિક રહેમાને દેશમાં શાંતિની અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે તેઓ બાંગ્લાદેશમાં સ્થિરતા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

શાંતિ અને ગૌરવ જાળવવું પહેલી પ્રાથમિકતા
રહેમાને કહ્યું, “પુરુષો હોય, સ્ત્રીઓ હોય કે બાળકો, બાંગ્લાદેશની શાંતિ સ્થાપવી અને ગૌરવ જાળવવુંએ હમેશા માટે આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આપણે બધા સાથે મળીને કામ કરીશું અને આપણા સપનાના બાંગ્લાદેશનું નિર્માણ કરીશું.” પોતાના ભાષણ દરમિયાન, તારિક રહેમાને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો પણ ઉલ્લેખ કર્યો. માર્ટિન લ્યુથર કિંગના “આઈ હેવ અ ડ્રીમ” ભાષણનો ઉલ્લેખ કરતા, રહેમાને કહ્યું, “આપણે કોઈપણ કિંમતે બાંગ્લાદેશમાં શાંતિનું રક્ષણ કરવું જોઈએ. મારા દેશના લોકો માટે મારી પાસે એક યોજના છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: Clarity 2026

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ  NSUI અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદનો મામલો હવે વધુ ગરમાયો છે. સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ NSUI દ્વારા આજે નિરમા યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક દાવા મુજબ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હોવાની વાત સામે આવી છે. કેટલાક અહેવાલોમાં ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આ ચોક્કસ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ અહેવાલોમાંથી થઈ શકી નથી.આ સમગ્ર વિવાદ વચ્ચે પ્રોફેસર એચ.કે.…

Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત… Illegal Liquor Haul

લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત Ahmedabadના ઠક્કરનગર વિસ્તારમાં નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન-5 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહીમાં અંદાજે ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં દારૂના ગેરકાયદે નેટવર્કને લઈને પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. ખાસ કરીને નકલી અથવા કેમિકલયુક્ત દારૂના કિસ્સામાં લોકોના સ્વાસ્થ્ય અને જીવને ગંભીર જોખમ ઊભું થઈ…