પોપ્યુલર સિંગર નેહા કક્કર અને તેમના ભાઈ ટોની કક્કરનું નવીનતમ ગીત ‘કેન્ડી શોપ’ સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગયું છે. વીડિયોમાં બંને ‘લોલીપોપ’ થીમ પર ડાન્સ કરતા નજરે પડે છે, જેને ઘણા લોકોએ અશ્લીલ ડાન્સ અને શબ્દો ગણાવ્યા છે.
વીડિયો અને લોકોની પ્રતિક્રિયા
ગીત 15 ડિસેમ્બરે યૂટ્યૂબ પર અપલોડ થયું હતું, અને 18 ડિસેમ્બરની બપોર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ નોંધાયા. છતાં, કોમેન્ટ સેક્શનમાં મોટાભાગના યુઝર્સે ગીતને લઈને કડક નિંદા વ્યક્ત કરી છે. યુઝર્સનું માનવું છે કે ગીતના લિરિક્સ, મ્યુઝિક અને ડાન્સ સ્ટેપ્સ બધું જ વલ્ગર છે. એક યુઝરે ટિપ્પણી કરી, “ઈતના ઉપર ભી નહીં ઉડના ચાહિયે કિ નીચે ગિરને પર કંકાલ ભી ના મિલે” જે દર્શાવે છે કે લોકો આ ગીતને તેમના પૂર્વના ભાવનાત્મક અને પવિત્ર કામ સાથે સરખાવી રહ્યાં છે.
ભૂતકાળની સરખામણી
કઈ લોકોએ નેહા-ટોનીની સરખામણી માતાના ભજનો ગાવાથી શરૂ થયેલી તેમની સંગીત સફર સાથે કરી છે. એક યુઝરે ટિપ્પણી કરી, “માતાજીના ભજનથી કેન્ડી શોપ સુધીની સફર”. કેટલાક યુઝર્સનો મત છે કે આ ગીત માત્ર પૈસા માટેનું કન્ટેન્ટ છે.
ગીતના લિરિક્સમાં નેહા કક્કર કહે છે “Going to the Candy Shop, Candy Shop, I want one lollipop, want two lollipop, I want three lollipop, I want four lollipop… lollipop lollipop” જ્યારે ટોની કક્કરની લાઇન્સ મરાઠીમાં છે.
સોશિયલ મીડિયા અને X (ટ્વિટર) પર ટ્રોલિંગ
ગીતને લઈને X (ટ્વિટર) પર પણ ભારે ચર્ચા અને ટ્રોલિંગ થઇ રહી છે. કેટલાક યુઝર્સ કહે છે કે નેહા કક્કરની ડાન્સ સ્ટેપ્સ સમજવા માટે મુશ્કેલ છે, પરંતુ આવું કન્ટેન્ટ આજના યુવાનોમાં લોકપ્રિય છે. બીજાએ ટિપ્પણી કરી કે ગીત સાંભળવામાં ઠીક છે, પરંતુ ડાન્સ સ્ટેપ્સ અને પરફોર્મન્સ પર સવાલ છે. ખાસ કરીને જ્યારે આ સ્ટેપ્સ બાળકોની રીલ્સ સુધી પહોંચી રહ્યા છે, ત્યારે લોકો ચિંતિત છે. મોટાભાગના નેટિઝન્સનું મત છે કે આ ગીત વાલ્ગર અને અસંવેદનશીલ છે, જ્યારે કેટલાક લોકોએ નેહાની સરખામણી ઢિંચક પૂજા જેવા લોકપ્રિય ગીતો સાથે કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






