T20 વર્લ્ડ કપ 2026: અમદાવાદમાં ઓપનિંગ અને ફાઇનલ, મેચ શેડ્યૂલ અંગે મોટી અપડેટ

ભારત અને શ્રીલંકા 2026 T20 વર્લ્ડ કપનું સહ-યજમાન કરશે. આ વખતે વર્લ્ડ કપની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે એક સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. ICC દ્વારા ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 વચ્ચે રમાવવાનો આયોજન છે.

અહેવાલો અનુસાર, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ રમાશે તો તે કોલંબો ખાતે યોજાશે, જ્યારે બીજી સેમિફાઇનલ મુંબઈમાં રહેશે. ભારતના અન્ય શહેરોમાં ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા અને અમદાવાદમાં મેચો યોજાઈ શકે છે, જ્યારે શ્રીલંકામાં દામ્બુલા, હંબનટોટા અને પલ્લેકેલે સહિત ત્રણ સ્થળોને અંતિમ સ્વરૂપ આપવામાં આવવાની શક્યતા છે.

વોર્મ-અપ મેચો માટે બૅંગલુરુ એક સંભાવિત સ્થળ બની શકે છે. આ વખતે અગાઉના ODI વર્લ્ડ કપની તુલનામાં ઓછા સંખ્યામાં મેચો યોજાશે, જેમાં દરેક સ્થળે અંદાજે છ મેચો રમાશે. BCCI ના વરિષ્ઠ અધિકારીઓએ ટૂર્નામેન્ટની વ્યવસ્થા અંગે બેઠક યોજી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…