હરમનપ્રીત કૌરે બોલ પોતાના ખિસ્સામાં કેમ રાખ્યો? PM મોદીને જણાવ્યું આ કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ત્યારે વાતાવરણ ગર્વ અને આનંદથી ભરેલું હતું. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાને કેપ્ટન હરમનપ્રીત કૌરને પૂછ્યું: “તમે તે મેચ બોલ તમારા ખિસ્સામાં કેમ રાખ્યો? તેનું કારણ શું હતું? શું તે તેના વિશે કઇ વિચાર્યું હતું કે કોઈએ તમને કંઈક કહ્યું હતું?”

પ્રશ્ન સાંભળીને હરમનપ્રીત હસી અને તેનો જવાબ હૃદયને સ્પર્શી ગયો: “ના, સાહેબ… આ પણ ભગવાનની યોજના હતી. એવું નહોતું કે છેલ્લો બોલ, છેલ્લો કેચ, મારી પાસે આવે, અને તે બોલ મારી પાસે આવે… બસ આટલા વર્ષોની મહેનત… વર્ષો રાહ જોવામાં લાગી… હવે જ્યારે તે મારી પાસે છે, તો તે મારી સાથે રહેશે. તે હજુ પણ મારી બેગમાં છે.”

લગભગ 42 વર્ષ પહેલાં, 1983માં ભારતની પહેલી વર્લ્ડ કપ જીત પછી સુનીલ ગાવસ્કરે મેચનો બોલ પોતાના ખિસ્સામાં રાખ્યો હતો અને હવે 2025માં, હરમનપ્રીતે અજાણતાં જ એ જ ક્ષણનું પુનરાવર્તન કર્યું છે – આ વખતે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં.

હરમનપ્રીતની કેપ્ટનશીપ રહી ઉત્તમ
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં, જ્યારે નાદીન ડી ક્લાર્કે દીપ્તિ શર્માના બોલને કવર તરફ રમ્યો આ દરમિયાન હરમનપ્રીતે કેચ પકડીને ભારતનો પહેલો મહિલા ODI વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. ઉજવણી દરમિયાન, તેણીએ ગુપ્ત રીતે બોલને તેના ખિસ્સામાં નાખ્યો હતો. ફાઇનલમાં હરમનપ્રીતની કેપ્ટનશીપ પણ ઉત્તમ હતી. તેણીએ બોલ શેફાલી વર્માને આપ્યો, જે સામાન્ય રીતે ODI માં ઓછી બોલિંગ કરે છે, અને આ પગલાથી મેચનો માહોલ પલટાઈ ગયો. શેફાલીએ સુને લુસ અને મેરિઝાન કાપને આઉટ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…