Asia Cup 2025: ICC એ હરિસ રૌફને બે મેચ માટે કર્યો સસ્પેન્ડ, સૂર્યકુમાર અને બુમરાહને આપી કડક સજા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ એશિયા કપ 2025 દરમિયાન ખેલાડીઓની આચારસંહિતા ઉલ્લંઘન મામલે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ICCની બેઠક દુબઈમાં યોજાઈ, જેમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ખેલાડીઓના વર્તન અંગે નિર્ણય લેવામાં આવ્યો.

– પાકિસ્તાની ખેલાડી હરિસ રૌફને બે મેચ માટે સસ્પેન્ડ કરાયા છે.
– ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવને મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યા અને બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા.
– જસપ્રીત બુમરાહને સત્તાવાર ચેતવણી સાથે એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો.
– અન્ય ખેલાડીઓ જેમ કે અર્શદીપ સિંહ અને સાહિબજાદા ફરહાનને પણ આચારસંહિતાના ઉલ્લંઘન માટે નોટિસ આપવામાં આવી.

આ કાર્યવાહી એશિયા કપ 2025માં રમાઈ ગયેલી ત્રણ મહત્વપૂર્ણ મેચોમાં થયેલા વિવાદ સાથે સંકળાયેલી છે, જેમાં 14, 21 અને 28 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાઈ હતી. ICCના નિયમો અનુસાર, 24 મહિનાના સમયગાળા દરમિયાન ચાર અથવા તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળવાથી ખેલાડીને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

હરિસ રૌફ માટે આ બે સસ્પેન્શન પોઈન્ટનો અર્થ છે કે તે 4 અને 6 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા સામેની બે ODI મેચોમાં રમતા રોકાયો રહેશે. ICCના આ પગલાંએ સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે ટૂર્નામેન્ટ દરમિયાન અને આચારસંહિતાનું પાલન કેટલું મહત્વપૂર્ણ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

ઈરાનનો સાઉદી અરેબિયામાં Prince Sultan Air Base પર હુમલો, US વિમાન અને સૈનિકોને ભારે નુકસાન

સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર 27 માર્ચે ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં યુએસ સૈનિકો અને લશ્કરી સાધનોને મોટો ફટકો પહોંચી ગયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 યુએસ…