ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યો

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશનને કારણે રાજ્યમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે અતિભારે વરસાદ અંગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યો છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો શક્યતા સાથે આવી રહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
મોડીરાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. અમરેલી, ભાવનગર, વડોદરા, ખેડા અને સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાન પહોંચવાનું ભય છે. દરિયામાં પણ મોજા 6 થી 8 ફૂટ ઉછળ્યા હતા, જે દરિયામાં કરંટને વધારવા માટે જવાબદાર છે.

67 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો
સરકારી આંકડા અનુસાર સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે સૌથી ઓછો તાપીના વાલોદમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો.

દરિયામાં ભારે કરંટ અને માછીમાર માટે ચેતવણી
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યા છે. મોજા 6 થી 8 ફૂટ ઉછળતા જોવા મળ્યા છે. દરિયામાં સલામતીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારો અને દરિયા પારિશ્રમિકોને સાવચેતી રાખવા સલાહ આપી છે.

રાજ્યના સરકાર અને વહીવટીતંત્રે ખેડૂતો અને સ્થાનિક લોકોને આગાહી અને જાગૃતિ માટે તત્પરતા જાળવવાની સૂચના આપી છે. તમામ નુકશાન ઘટાડવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા પગલાં લેવામાં આવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત-મોરિશિયસ વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ફ્યુઅલ સપ્લાય કરશે ઈન્ડિયન ઓઈલ

ભારત અને મોરિશિયસ વચ્ચે ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ લાંબા ગાળાની સમજૂતી થઈ છે. મોરિશિયસે ભારત સરકાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) સાથે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ સહિતના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની લાંબા ગાળાની સપ્લાય માટે કરાર કર્યો છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય અને ઈંધણ બજારમાં અનિશ્ચિતતા વધી છે. ભારતના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની મોરિશિયસ મુલાકાત દરમિયાન આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં ભારત અને મોરિશિયસ વચ્ચે ઓઈલ તથા ગેસ ક્ષેત્રે સહયોગ માટે સરકાર-થી-સરકાર MoU અને ઈન્ડિયન ઓઈલ તથા મોરિશિયસની State Trading Corporation વચ્ચે વેચાણ-ખરીદી કરારનો સમાવેશ થાય છે. પેટ્રોલ-ડીઝલથી લઈને વિમાનના ઈંધણ સુધી સપ્લાય આ કરાર હેઠળ મોરિશિયસને…

લદ્દાખમાં હાઇકોર્ટ બેન્ચને કેબિનેટની મંજૂરી, દૂરના વિસ્તારોના લોકોને મળશે ઝડપી ન્યાય

હાઇકોર્ટ બેન્ચને લદ્દાખના નાગરિકો માટે ન્યાયિક ક્ષેત્રે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 20 ઑગસ્ટ 2026ના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લદ્દાખના દૂરના અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને હાઇકોર્ટની સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારનું માનવું છે કે લદ્દાખની વિશાળ ભૌગોલિક પરિસ્થિતિ અને કઠિન પર્વતીય વિસ્તારોને કારણે નાગરિકો માટે ન્યાયિક સેવાઓ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાથી લોકોને લાંબી મુસાફરી કરવાની જરૂરિયાત ઘટશે અને કાનૂની પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેની બચત થઈ શકે છે. લદ્દાખ માટે મહત્વપૂર્ણ ન્યાયિક પગલું લદ્દાખ એક વિશાળ અને ભૌગોલિક રીતે પડકારજનક કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીંના અનેક વિસ્તારો એકબીજાથી ખૂબ…