એશિયા કપ વિજેતા ભારતને હજુ સુધી ટ્રોફી નથી મળી, ACC ચેરમેન મોહસીન નકવી સાથે વિવાદ વકર્યો

એશિયા કપ 2025 જીત્યા પછી પણ ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી આપવામાં આવી નથી. આ મુદ્દો હવે BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસીન નકવી વચ્ચે ગંભીર વિવાદનો વિષય બની ગયો છે.

BCCI ની ચેતવણી પણ બેફલ
બીસીસીઆઈ (BCCI) દ્વારા અનેકવાર ચેતવણી આપ્યા છતાં મોહસીન નકવીએ ટ્રોફી ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. તેમણે આ બાબત પર પોતાનું મજબૂત વલણ દર્શાવતા જણાવ્યું કે,”ટ્રોફી ACCના દુબઈ સ્થિત મુખ્યાલયમાં ઉપલબ્ધ છે. BCCIના અધિકારીઓ અથવા તેમનો પ્રતિનિધિ ત્યાં આવીને લેઈ શકે છે.”

બીસીસીઆઈનો ઇનકાર અને ICC મીટિંગની તૈયારી
BCCIના જણાવ્યા અનુસાર, નકવીનો આ અભિગમ અવિચારસીલ અને રાજકીય છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમને દુબઈ મોકલવી યોગ્ય નથી અને આ મુદ્દો હવે આગામી ICC મીટિંગમાં ઉઠાવવામાં આવશે. BCCIનો આ નિર્ણય એશિયા કપના આયોજક દેશની જવાબદારી સામે સવાલ ઊભા કરે છે.

અન્ય દેશો પણ BCCIના સપક્ષમાં
અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડોએ BCCIના વલણને ખુલ્લો ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ટ્રોફી વિજેતા ટીમ સુધી પહોંચાડવી એ આયોજક બોર્ડની નૈતિક અને વ્યવસ્થાપન જ જવાબદારી છે.

અગાઉની વિવાદાસ્પદ ઘટના
મોહસીન નકવીએ BCCIના પત્રનો જવાબ આપતાં એ પણ જણાવ્યું કે, “એવોર્ડ સમારોહ પહેલાં ભારતીય ટીમે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ મારી તરફથી ટ્રોફી સ્વીકારશે નહીં, જેના કારણે વિલંબ થયો.” તેમ છતાં, ટ્રોફી ભારતને ના આપવામાં આવવી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

    Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

    સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

    ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…