અર્શદીપ સિંહે લખ્યો નવો ઈતિહાસ, 100 T20 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય બોલર

ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાનું નામ ઇતિહાસમાં દરજ કરાવ્યું છે. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી 100 વિકેટ પૂરી કરનાર પ્રથમ અને એકમાત્ર બોલર બન્યા છે. તેમણે અત્યાર સુધી 64 મેચોમાં 100 વિકેટ ઝડપી છે.
શ્રેષ્ઠ આંકડા: 4 વિકેટ, માત્ર 9 રનમાં
સરેરાશ: 18.49
ઈકોનોમી રેટ: 8.31
અર્શદીપે તાજેતરમાં અનેક મહત્વપૂર્ણ મેચોમાં દમદાર પ્રદર્શન આપ્યું છે, અને ખાસ કરીને ડેથ ઓવર્સમાં તેમની બોલિંગ ટીમ ઇન્ડિયાની જીત માટે નિર્માયક સાબિત થઈ છે.

હાર્દિક પંડ્યા – 100 વિકેટના નજીક
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 100 વિકેટના માઈલસ્ટોનથી માત્ર 3 વિકેટ દૂર છે. તેમણે અત્યાર સુધી 118 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 97 વિકેટ લીધી છે.
શ્રેષ્ઠ આંકડા: 4/16
સરેરાશ: 26.63
ઈકોનોમી: 8.23
આશા છે કે આગામી એશિયા કપ 2025 દરમિયાન હાર્દિક પણ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે.

યુઝવેન્દ્ર ચહલ – T20માં 96 વિકેટ
લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલએ 80 મેચમાં 96 વિકેટ લીધી છે. જોકે હાલમાં T20 ટીમમાં તેમની પસંદગી નથી થઈ રહી, તેમ છતાં તેમની રચનાત્મક બોલિંગને ભૂલાવી શકાય નહિ.
શ્રેષ્ઠ આંકડા: 6/25
સરેરશ: 25.09
ઈકોનોમી: 8.19
ચહલ હાલમાં માત્ર IPLમાં દેખાવ આપે છે, પરંતુ તેમની T20 પ્રતિભા હજી પણ અપ્રતિમ છે.

જસપ્રીત બુમરાહ – શ્રેષ્ઠ ઈકોનોમી સાથે ટોચના બોલર
ફાસ્ટ બોલિંગના સુપરસ્ટાર જસપ્રીત બુમરાહ 73 મેચમાં 92 વિકેટ સાથે ચોથા સ્થાને છે. તેમની સૌથી મોટી વિશેષતા છે શ્રેષ્ઠ ઈકોનોમી રેટ – માત્ર 6.36.
શ્રેષ્ઠ આંકડા: 3/7
સરેરાશ: 18.16
બુમરાહ પણ ટૂંક સમયમાં 100 વિકેટ સુધી પહોંચી શકે તેવી સંભાવના છે.

ભુવનેશ્વર કુમાર – સ્વિંગનો માહિર, પણ ટીમ બહાર
અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર 87 T20I મેચમાં 90 વિકેટ સાથે ટોચના 5માં સ્થાન ધરાવે છે.
શ્રેષ્ઠ આંકડા: 5/4
સરેરાશ: 23.10
ઈકોનોમી: 6.96
ભુવી લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની પસંદગીની બહાર છે, પણ તેમની રમત સાદગીભરેલી અને અસરકારક રહી છે.

અર્શદીપે બનાવ્યો ઇતિહાસ, અન્ય બોલર્સ પણ નજીક છે

ક્રમાંક બોલર મેચો વિકેટ સરેરાશ ઇકોનોમી શ્રેષ્ઠ આંકડા
1 અર્શદીપ સિંહ 64 100 18.49 8.31 4/9
2 હાર્દિક પંડ્યા 118 97 26.63 8.23 4/16
3 યુઝવેન્દ્ર ચહલ 80 96 25.09 8.19 6/25
4 જસપ્રીત બુમરાહ 73 92 18.16 6.36 3/7
5 ભુવનેશ્વર કુમાર 87 90 23.10 6.96 5/4

Related Posts

વિરાટ કોહલી સદીઓની હેટ્રિક ફટકારીને રચશે ઇતિહાસ ? એક મોટો રેકોર્ડ પોતાના નામી કરવાની સુવર્ણ તક

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં પુષ્કળ રન બનાવી રહ્યો છે. તેણે સતત બે ODI માં બે સદી ફટકારી છે. હવે તેની પાસે સીરિઝમાં સતત…

કોહલી–ઋતુરાજની સદી વ્યર્થ, દક્ષિણ આફ્રિકાનો ઐતિહાસિક 359 રનની ચેઝ સાથે ભારત સામે વિજય

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજા વનડેમાં ભારતને ઘરઆંગણે શરમજનક હાર સહન કરવી પડી. 358 રનના ટાર્ગેટનો પીછો કરતી દક્ષિણ આફ્રિકાએ 359/6 બનાવતા 1 બોલ બાકી રહી મેચ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *