મોટી મોટી ડંફાસ મારતું પાકિસ્તાન હવે બેકફૂટ પર ! કહ્યું- અમે કંઈ કરીશું નહીં

ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય દળોના આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. પરમાણુ હુમલા અને જોરદાર બદલો લેવાની ધમકી આપતું પાકિસ્તાન હવે બેકફૂટ પર આવ્યું છે.

ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાને બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે અમે અમારો બચાવ કરીશું. પાકિસ્તાની પ્રદેશ પર ભારતના હુમલા બાદ, એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ કરીશું નહીં.

આ પણ વાંચો: ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો

ઉલ્લેખનીય છે કે ભારતની સૈન્ય કાર્યવાહી બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે તેના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાની વિસ્તારોમાં આ હુમલાઓ કર્યા હતા. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે અમે આનો યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો યોગ્ય જવાબ આપવાનો ઘમંડ થોડા કલાકોમાં જ ગાયબ થઈ ગયો. હવે તેમણે કહેવાનું શરૂ કરી દીધું છે કે જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ કંઈ કરશે નહીં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

GPSC Prepares for Major Exam : GPSC 34 જાહેરાતોનું કાઉન્ટડાઉન શરૂ! GPSC Hall Ticket Download PDF : High Hopes

GPSC Exam 2026: 9 ઓગસ્ટે 34 જાહેરાતોની કોમન પરીક્ષા, જાણો સમય અને ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ ભરતી પ્રક્રિયા અંતર્ગત યોજાનારી કોમન જનરલ સ્ટડીઝ પ્રિલિમિનરી પરીક્ષા હવે નજીક આવી ગઈ છે. 34 જાહેરાતોને આવરી લેતી આ પરીક્ષા 9 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11:00થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાવાની છે. પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને છેલ્લા તબક્કાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. GPSC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની માહિતી મુજબ, પરીક્ષાની તારીખ અગાઉ બદલવામાં આવી હતી અને હવે 9 ઓગસ્ટ 2026ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ અંગે આયોગે ઉમેદવારો માટે કોલ લેટર અને પરીક્ષા સંબંધિત જરૂરી સૂચનાઓ પણ જાહેર કરી છે. 34 જાહેરાતો માટે…

દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સન્માન 2026 National Prestige,

દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સન્માન, 4.42 લાખથી વધુ લાભાર્થીઓને મળશે સીધો લાભ ગુજરાતના દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવા બદલ રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ‘એક્સેલન્સ ઇન સિટિઝન-સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ’ એવોર્ડ મળ્યો. 4.42 લાખથી વધુ પાસધારકોને ફિઝિકલ પાસ વગર મુસાફરીની સુવિધા મળશે.ગુજરાત સરકારે દિવ્યાંગજનો માટેની જાહેર સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવતા દિવ્યાંગ એસ.ટી. બસ પાસ હવે ડિજિલોકર સાથે જોડવામાં આવ્યા છે. આ નવી સુવિધાના કારણે દિવ્યાંગ વ્યક્તિઓને હવે બસમાં મુસાફરી કરતી વખતે ફિઝિકલ પાસ સાથે રાખવાની જરૂર નહીં રહે.હવે લાભાર્થી પોતાના મોબાઇલમાં ડિજિલોકર પર ઉપલબ્ધ ડિજિટલ પાસ બતાવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની બસોમાં મુસાફરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *