આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, ચીલીમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી

દક્ષિણ અમેરિકા આજ શુક્રવારે એક ભયાનક કુદરતી આપત્તિથી પ્રભાવિત થયું છે, જયારે અર્જેન્ટિનાના તટથી 219 કિ.મી. દક્ષિણ દિશામાં, દરિયાઈ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ માહિતી અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (USGS) દ્વારા આપવામાં આવી છે. ભૂકંપના આંચકા ખાસ કરીને ચીલી અને અર્જેન્ટિનાના તટીય વિસ્તારોમાં અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર લગભગ 10 કિ.મી. ઊંડાણે હતું.

ચીલીમાં તાત્કાલિક સુનામી ચેતવણી
ભૂકંપના તરત બાદ ચીલીની સરકારએ તાત્કાલિક પગલા લૈ લીધા અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (SENAPRED) દ્વારા મેગેલન અને એન્ટાર્કટિક પ્રદેશના દરિયાકાંઠા વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. દરિયાઈ તોફાન અને ઊંચી તરંગોની શક્યતા દર્શાવતા, સુરક્ષા માટે સ્થળ ખાલી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું.

આર્જેન્ટિનામાં સુનામી ચેતવણી નહિ
હાલ સુધી, આર્જેન્ટિનાની તરફથી કોઈ સુનામી ચેતવણી જાહેર કરાઈ નથી અને કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ પણ સામે આવ્યા નથી. તેમ છતાં, પ્રશાસન સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આવશ્યક પગલાં લૈ રહી છે.

Related Posts

અબજો ડોલરના યુદ્ધજહાજો અને સબમરીન બચાવવા રશિયાનું ‘Mad Max’ કવચ

રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોનનો વધતો ઉપયોગ હવે માત્ર જમીન પરના યુદ્ધને જ નહીં, પરંતુ સમુદ્રી યુદ્ધની વ્યૂહરચનાને પણ બદલી રહ્યો છે. યુક્રેન તરફથી રશિયન નૌકાદળ અને કાળા સમુદ્રમાં આવેલા લશ્કરી તથા વ્યૂહાત્મક ઠેકાણાઓ સામે ડ્રોન હુમલાઓ વધતા રશિયાએ પોતાના કિંમતી નૌકાદળના સાધનોને બચાવવા માટે અસામાન્ય પ્રકારનું રક્ષણાત્મક કવચ તૈયાર કર્યું છે. રશિયન સબમરીન અને પેટ્રોલ બોટ પર લગાવવામાં આવેલી ધાતુની જાળી અને કેજ જેવી રચનાઓને કારણે તેમના દેખાવને કેટલાક સંરક્ષણ વિશ્લેષકો અને મીડિયાએ હોલીવુડની પોસ્ટ-એપોકેલિપ્ટિક ફિલ્મ ‘Mad Max’ સાથે સરખાવ્યો છે. જોકે આ માત્ર દેખાવનો મામલો નથી; આ ફેરફાર આધુનિક યુદ્ધમાં ડ્રોનથી ઊભા થયેલા નવા જોખમ સામે રશિયાની તાત્કાલિક અનુકૂલન વ્યૂહરચના દર્શાવે છે. સબમરીન પર પણ ‘કેજ’નું કવચ જુલાઈ 2026માં સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં રશિયાના બ્લેક સી…

ગરમી અને દુષ્કાળથી જર્મનીની રાઈન નદીમાં પાણી ઘટ્યું, અર્થતંત્ર સામે મોટો ખતરો

યુરોપમાં ચાલી રહેલી તીવ્ર ગરમી અને લાંબા સમયથી પડેલા વરસાદના અભાવે જર્મનીની રાઈન નદીમાં પાણીનું સ્તર ઐતિહાસિક રીતે નીચું પહોંચી ગયું છે. જર્મનીના આંતરિક જળમાર્ગો માટે રાઈન સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. અહીં પાણી ઘટતાં માલવાહક જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં જહાજોની સફર રોકવી પડી રહી છે. જર્મન ઇનલેન્ડ નેવિગેશન એજન્સી અનુસાર, 14 ઓગસ્ટ સુધીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને જે જહાજો હજુ પણ ચાલી રહ્યાં છે તેમાંથી મોટા ભાગને સંપૂર્ણ ભાર સાથે ચલાવવું શક્ય નથી. પરિણામે રાઈન મારફતે જતો માલ હવે રોડ પરિવહન તરફ વાળવામાં આવી રહ્યો છે. રાઈન કેમ છે જર્મની માટે આટલી મહત્વની? રાઈન નદી જર્મનીના ઔદ્યોગિક વિસ્તારોને ઉત્તર યુરોપના મોટા બંદરો સાથે જોડે છે. કોલસો,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *