મિશિગનમાં ચર્ચમાં ગોળીબારી અને આગ, બબાલ થી 8 લોકો ઘાયલ અનેક હુમલા ખોરોને કરાયા ઠાર

અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ માં ગોળીબાર અને આગ લગાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ઘટના મિશિગનના ગ્રાન્ડ બ્લેન્ક શહેરમાં મેકકેન્ડ્લિશ રોડ પર આવેલ ચર્ચમાં બની હતી.

પ્રારંભિક માહિતી અનુસાર, એક અજાણ્યા હુમલાખોરે ચર્ચમાં પ્રવેશ કરીને ગોળીઓ ચલાવી હતી અને ત્યારબાદ આગ લગાવી દીધી હતી. ઘટનામાં હાલ સુધીમાં 8 લોકોને ઘાયલ થવાની પુષ્ટિ થઈ છે, જો કે ઘાયલોની સાચી સંખ્યા હજુ સ્પષ્ટ નથી.

ઘટનાનું સ્થળ ધુમાડા અને ભયમાં
સ્થાનિક લોકોને ચર્ચમાંથી ધુમાડા નીકળતો જોવા મળ્યો હતો અને તરત જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. કેટલાક લોકો ચર્ચની અંદર ફસાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડ અને બચાવ દળોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. પોલીસની દલાલીએ હુમલાખોરને ઠાર કરી દીધો છે.
પોલીસનું નિવેદન: “હાલમાં નાગરિકો માટે કોઈ ખતરો નથી, પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટના સંબંધિત તપાસ ચાલી રહી છે.”

ચર્ચના નેતા રસેલ એમ. નેલ્સનનું અવસાન – સંબંધિત ઘટનાઓની આશંકા?
વિશેષ વાત એ છે કે આ ઘટના ચર્ચના પૂર્વ પ્રમુખ રસેલ એમ. નેલ્સનના અવસાનના એક દિવસ પછી બની છે. તેઓ 101 વર્ષના હતા અને વર્ષો સુધી ચર્ચનું નેતૃત્વ કર્યુ હતું. તેમના કાર્યકાળમાં ચર્ચમાં મહત્વપૂર્ણ બદલાવ આવ્યા હતા – જેમ કે:
– “મોર્મોન” શબ્દના ઉપયોગમાં ઘટાડો
– LGBTQ+ સમુદાય પ્રત્યે ખુલ્લી દૃષ્ટિ અપનાવવી

આધુનિક ચર્ચ વ્યવસ્થાપન
હાલમાં એવું સ્પષ્ટ નથી કે આ હુમલો ચર્ચના આંતરિક રાજકારણ કે નેતૃત્વ પરિવર્તન સાથે કોઈ રીતે જોડાયેલો છે કે નહીં, પરંતુ તપાસની દિશામાં તે મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

નોર્થ કૈરોલિનામાં પણ ફાયરિંગ: લોકોમાં ડરનો માહોલ
મિશિગન સિવાય ઉત્તર કૈરોલિનાના સાઉથપોર્ટ શહેરમાં પણ ભયજનક ઘટના બની છે. “અમેરિકન ફિશ કંપની” રેસ્ટોરન્ટની બહાર એક બોટમાંથી અચાનક ગોળીઓ ચલાવાઈ, જેને લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ઘટના સમયે લોકો રેસ્ટોરન્ટ બહાર સંગીતનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આ અચાનક હુમલાએ સમગ્ર વાતાવરણને ડરી જવાય તેટલું ગંભીર બનાવી દીધું. હાલમાં પોલીસ દ્વારા સક્રિય શૂટર એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને હુમલાખોરની શોધ ચાલુ છે.

તાત્કાલિક મુદ્દાઓ અને સુરક્ષા પર સવાલ
આ બંને ઘટનાએ ફરીવાર અમેરિકામાં ગન વાઈલન્સ (Gun Violence) મુદ્દે ચર્ચા ચગાવી છે. ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાઓ હવે વધુને વધુ લક્ષ્ય બનતી દેખાઈ રહી છે, જેને લઈને લોકો અને અધિકારીઓમાં ચિંતાનો માહોલ છે.

Related Posts

ઈરાન યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રભાવ: એશિયાઈ દેશોમાં ઉર્જા કટોકટી, અનેક કડક પગલાં અમલમાં

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધને કારણે અનેક એશિયાઈ દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા…

અમેરિકાના 40,000 સૈનિકો જર્મનીમાંથી બહાર નિકાળવાની માંગ: ટ્રમ્પની હરકતોથી વધતી નારાજગી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને વર્તનને લઈને યુરોપિયન દેશોમાં વિરોધ વધી રહ્યો છે. ખાસ કરીને જર્મનીમાં આ વિરોધ અત્યંત જોરદાર બની ગયો છે, જ્યાં ડૉ. ટીનો ચુપાના આગેવાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *