તમે સૂટ કેમ નથી પહેર્યો, શું તમારી પાસે સૂટ પણ નથી ? અમેરિકન પત્રકારે કર્યુ અપમાન, ઝેલેન્સકીએ આપ્યો આ જવાબ

શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની વ્હાઇટ હાઉસ ખાતે ઓવલ ઓફિસની મુલાકાત કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સમગ્ર મીડિયાની સામે ઝેલેન્સકીને ઠપકો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે અમેરિકાની મદદ વિના તેઓ રશિયા સામે એક અઠવાડિયા પણ ટકી શકશે નહીં. ફક્ત ટ્રમ્પ અને જેડી વાન્સ જ નહીં, પરંતુ અમેરિકન પત્રકારોએ પણ ઝેલેન્સકીને એવા પ્રશ્નો પૂછ્યા જે ખૂબ જ અપમાનજનક કહી શકાય. જોકે, ઝેલેન્સકીએ ગુસ્સે થયા વિના નમ્રતાથી જવાબ આપવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો :- જેલેન્સકી પહોંચ્યા અમેરિકા, ખનીજ સંપતિને લઇને ટ્રમ્પ સાથે મોટી ડિલ થાય તેવી સંભાવના

પત્રકારે અપમાનજનક પ્રશ્ન પૂછ્યો :- આવા જ એક અમેરિકન પત્રકારે ઝેલેન્સકીને પૂછ્યું કે તેમણે સૂટ કેમ નથી પહેર્યો? પત્રકારે કહ્યું કે તમે આ દેશમાં બેઠા છો અને ઓવલ ઓફિસમાં ઉચ્ચ સ્તરે વાતચીત કરી રહ્યા છો, પરંતુ તમે આ માટે સૂટ પણ નથી પહેર્યો. તમારી પાસે સૂટ પણ છે કે નહીં? આ દરમિયાન કેટલાક પત્રકારો હસતા જોવા મળ્યા. અલબત્ત, રાષ્ટ્રપતિને આવો પ્રશ્ન પૂછવો એ અપમાનજનક માનવામાં આવશે, પરંતુ ઝેલેન્સકીએ સંપૂર્ણ શિષ્ટાચાર દર્શાવ્યો અને કહ્યું કે ‘અલબત્ત, તે સૂટ પહેરશે, પરંતુ જ્યારે આ લડાઈ પૂરી થશે.’ તેમણે કહ્યું આ લડાઇ પુરી થશે પછી હું સૂટ પહેરીશ. આ પછી ઝેલેન્સકીએ પત્રકારનો પ્રશ્ન પૂછવા બદલ આભાર પણ માન્યો.

આ પણ વાંચો :- અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી

ટ્રમ્પે ઝેલેન્સકીના કપડાંની પણ મજાક ઉડાવી :- પત્રકાર અને ઝેલેન્સકી વચ્ચેની વાતચીતમાં ટ્રમ્પ પણ કૂદી પડ્યા અને તેમણે પણ પત્રકારને ટેકો આપ્યો અને કહ્યું કે ‘તે એક સારા વ્યક્તિ છે.’ પણ હું એ પણ કહેવા માંગુ છું કે મને પણ તમારા કપડાં ગમ્યા. જે બાદ ટ્રમ્પ મલકાયા.. જોકે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ટ્રમ્પના જવાબથી થોડા અસ્વસ્થ દેખાતા હતા અને કહ્યું કે તેમની પાસે આવા પ્રશ્નોના જવાબ આપવા કરતાં ચર્ચા કરવા માટે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

કેરળમાં પીએમ મોદીના આકરા પ્રહાર: LDF-UDFની ‘ડબલ ગેમ’થી જનતા કંટાળેલી

કેરળના પલક્કડમાં યોજાયેલી વિશાળ જાહેર રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના રાજકારણ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાજ્યની જનતા હવે LDF અને UDFના પોકળ વચનોથી કંટાળી ગઈ છે અને…

દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, અફવાઓથી દૂર રહેવા કેન્દ્રની અપીલ

પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના ઈંધણ પુરવઠા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *