મારિયા મચાડોને નોબેલ મળતાં રાહુલ ગાંધી માટે પણ માગ ઊઠી, કોંગ્રેસ નેતાએ કરી તુલના

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાં ભારતના રાજકીય વર્તુળમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ભારતના લોકશાહી સંવिधानને બચાવવાના યત્નો માટે રાહુલ ગાંધી પણ આ પુરસ્કારના હકદાર છે.

“રાહુલ પણ લોકશાહી બચાવવાના લડવૈયા” – કોંગ્રેસ પ્રવક્તા
સુરેન્દ્ર રાજપૂતે તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં મારિયા મચાડોનો ઉલ્લેખ કરતા લખ્યું. “વેનેઝુએલાની લોકશાહી બચાવવા માટે લડનાર નેતા માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ભારતમાં પણ રાહુલ ગાંધી બંધારણ અને લોકશાહી માટે જંગ લડી રહ્યા છે. તેઓ પણ એટલાજ હકદાર છે.” તેમણે મારિયા સાથેનો રાહુલનો ફોટો પણ શેર કર્યો છે, અને બંને નેતાઓ વચ્ચે સાધ્યંત તુલના કરીને દેશ-વિદેશના મીડિયા અને રાજકારણમાં હલચલ મચાવી છે.

મચાડોનું સન્માન
નોબેલ સમિતિએ કહ્યું હતું કે મારિયા મચાડોને પુરસ્કાર આપવાનો નિર્ણય વેનેઝુએલામાં લોકશાહી અધિકારો અને ન્યાય માટેની તેમની અટૂટ પ્રતિબદ્ધતાને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે. મચાડોએ રાષ્ટ્રપતિ માદુરોની સરકાર સામે દબાણ અને ધમકી વચ્ચે પણ દેશ નહીં છોડવાનું નિર્ણય કર્યું અને વિપક્ષને એક કરાવવાની ભૂમિકા ભજવી.

કોંગ્રેસના દાવા – રાહુલ ગાંધી પણ આવા જ મૂલ્યો માટે લડી રહ્યા છે
કોંગ્રેસના નેતાઓના મતે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી બંધારણની રક્ષા, પછાત વર્ગો માટે અનામત, પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે અને લઘુમતીઓના અધિકારો માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓએ NDA સરકાર પર ચૂંટણીમાં હસ્તક્ષેપ, મતદાર યાદીઓમાં છેડછાડ, અને EVM હેકિંગના આક્ષેપો પણ લગાવ્યા છે.

INDIA બ્લોક અને લોકશાહી માટેની લડત
કોંગ્રેસના દાવા મુજબ, INDIA ગઠબંધન એ માત્ર ચૂંટણી માટેનો મંચ નથી, પરંતુ લોકશાહી મૂલ્યો અને બંધારણ બચાવવાનો યત્ન છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ સરકાર સામે સતત અડગ રહેવાનો દાવો કરી રહ્યો છે.

વિશ્લેષણકારો શું કહે છે?
આ તુલના વિવાદાસ્પદ પણ બની શકે છે, કારણ કે નોબેલ શાંતિ પુરસ્કાર સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય માળખામાં અને સ્પષ્ટ અસરો ધરાવતા કાર્ય માટે આપવામાં આવે છે. તેમ છતાં, કોંગ્રેસનું કહેવું છે કે “સ્થાનિક હોય કે વૈશ્વિક – લોકશાહી માટેની લડાઈ બધે સમાન છે.”

Related Posts

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી.…