રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચામાં છે. આઅ દરમિયાન ફરી એક વાર ગોંદયલ ચર્ચામાં આવ્યું છે. આજે રીબડાની સીમમાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો જે મામલે મૃતકના ભાઈએ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રીબડાની સીમમાં અમિત ખૂંટે આપઘાત કરી લેતા તેના પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રિબડાના સ્થાનિક રાજકીય વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ મૃતક અમિત દામજી ખૂંટના ભાઈ મનીષ દામજી ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમિતને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા (આત્મહત્યા માટે પ્રેરવા)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃતક પર હતો દુષ્કર્મનો આરોપ
મૃતક અમિત પર 17 વર્ષીય સગીરા દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સગીરા આ આક્ષેપ સાથે રાજકોટ શહેરની જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અમિતના કાકા જેન્તીભાઈ ખૂંટ સહિત પરિવારજનોનો સીધો આરોપ છે કે, આ સમગ્ર મામલો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ દ્વારા રચવામાં આવેલું એક કાવતરું છે, જેમાં અમિતને છોકરીમાં ફસાવીને હેરાન કરવામાં આવ્યો હતો. આ સાથે જ મૃતક અમિત વર્ષ 2022ની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં હતો. મૃતકના પરિવારને મળવા જયરાજસિંહ જાડેજા મળવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં પવન, વીજળી, અને કરા સાથે મેઘરાજાનું તાંંડવ!
મૃતક પાસે મળી સુસાઇડ નોટ
પોલીસને મૃતક અમિત ખૂંટના મૃતદેહ પાસેથી બે પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં ‘અનુભાના દબાણથી ગળાફાંસો ખાવ છું’ તેવો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત, સગીરા અને રાજદીપના ત્રાસથી મરતો હોવાનું પણ નોટમાં લખ્યું છે. સુસાઇડ નોટમાં એક સગીરા સહિત ત્રણ અન્ય ત્રણ યુવાનોના નામનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








