રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો છે. ત્યારે રાજકોટમાં રઘુવંશી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રઘુવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.
રઘુવંશી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જઈને માફી માગે, જો માફી નહીં માંગવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવાની ચિમકી સમાજ દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો :- Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
આજે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં રઘુવંશી સમાજના લોકો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જ્ઞાનપ્રસાદ સ્વામીનું પૂતળુ બનાવીને વિરોધ કર્યો હતો. જેમાં રઘુવંશી સમાજની મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ હતી. ત્યારે પોલીસે વિરોધ કરનાર રઘુવંશી સમાજના લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક
શું છે સમગ્ર મામલો :- જલારામ બાપાએ આપણું શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. આજે વિશ્વમાં પૈસા ન સ્વીકારવાનું કહેતા હોય તેમ કહેવા માટે મંદિરમાં પગાર આપીને લોકોને રાખે એવી જગ્યાની સામે બોલતા લોકોએ પોતે અરીસામાં જોવું જોઇએ. તેએઓ વધુમાં જણાવ્યું હતુ કે જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે હું તેનું નામ પણ નથી જાણતો. આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








