પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું આ નિવેદન પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરી તણાવ વધારવાનું કામ કરી શકે છે.

વિવાદાસ્પદ નિવેદન શું હતું?
પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું,”પાકિસ્તાન અલ્લાહના નામે બનેલું રાષ્ટ્ર છે. આપણા રક્ષકો અલ્લાહના સૈનિકો છે. આ વખતે, ઇન્શાઅલ્લાહ, ભારત તેના વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” આ નિવેદન સાથે તેમણે ભારતના રાજકીય અને લશ્કરી નેતાઓના તાજેતરના નિવેદનોને “ખોવાયેલો વિશ્વાસ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ” ગણાવ્યા અને ભારત સરકાર પર આંતરિક અસંતોષથી ધ્યાન ભટકાવવા તણાવ ઊભો કરવાનો આરોપ મૂક્યો.

ભારતીય પ્રતિસાદ: “ઓપરેશન સિંદૂર 1.0” નો ઉલ્લેખ
પાકિસ્તાની આ નિવેદન સામે ભારત તરફથી કડક પ્રતિસાદ મળ્યો છે. ભારતના સેનાએ પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચેતવણી આપી કે “ઓપરેશન સિંદૂર 1.0 જેવી સંયમની અપેક્ષા ન રાખે.” એરમાર્શલ અમર પ્રીત સિંહે દાવો કર્યો કે ઓપરેશન દરમિયાન ભારતે 12-13 પાકિસ્તાની ફાઇટર જેટ, જેમાં F-16 અને JF-17 જેવા હાઇ-ટેક જેટ સામેલ હતા, તેમને તોડી પાડ્યા હતા. પાકિસ્તાનના દાવા કે ભારતીય વિમાનો તોડી પાડાયા હતા તેને તેમણે “રમૂજી વાર્તાઓ” ગણાવી.

પાકિસ્તાનમાં શા માટે આવી બોલાચાલી વધી રહી છે?
તાજેતરમાં પાકિસ્તાનના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) વિસ્તારમાં સરકારી શાસન વિરુદ્ધ પ્રજાનું ભડકેલું આંદોલન ચાલી રહ્યું છે. લોકો “આવામી એક્શન કમિટી”ના બે નર હેઠળ રસ્તા પર ઉતરી પડ્યા છે. અત્યાર સુધીના વિરોધ દરમિયાન 10થી વધુ લોકોનાં મોત થયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. અમુક વિસ્તારોમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉપદ્રવી માનીને ગોળીબાર કર્યો હોવાની માહિતી છે. આંતરિક દબાણો વચ્ચે પાકિસ્તાની રાજકીય નેતાઓ ભારતીય મુદ્દાઓને હૈયે રાખી ધ્યાને લાવવા પ્રયાસ કરી રહ્યાં હોવાના આરોપ પણ લગાવાઈ રહ્યા છે.

ભવિષ્યમાં શું જોઈ શકાય?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના નિવેદનો તણાવ વધારી શકે છે. ભારતના લશ્કરી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે “આ વખતનો ભારત, 2019 પહેલા જેવા સંયમ વાળો નહીં હોય.” પાકિસ્તાનની આ પ્રકારની ભાષા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની સ્થિરતાને લઈ સવાલ ઉભા કરી રહી છે.

Related Posts

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુરુવારે દિલ્હી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *