મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અમારે આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક સ્વરૂપમાં આતંકવાદની નિંદા કરીએ છીએ.
આ પણ વાંચો: pahalgam attack: જમ્મુ-કાશ્મીર : ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
તેમણે કહ્યું કે પહેલગામ ઘટના સાથે અમારો કોઈ સંબંધ નથી. આ ઘટના હોમગ્રોન છે. ફક્ત એક નહીં પણ ડઝનબંધ બળવા થયા છે. નાગાલેન્ડથી કાશ્મીર સુધી અને છત્તીસગઢથી મણિપુર સુધી, દિલ્હીના શાસન સામે બળવો થયો છે. આ ઘટના સ્થાનિક સ્તરે બની હતી. લોકો પોતાના હકોની માંગ કરી રહ્યા છે. હિન્દુત્વ શાસન લોકોનું શોષણ કરી રહ્યું છે. લઘુમતીઓનું શોષણ થઈ રહ્યું છે, જેમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોનો સમાવેશ થાય છે. તેમનો નરસંહાર થઈ રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








