સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી: અધ્યાપકની ગંભીર ભૂલથી BCA સેમેસ્ટર-5નું પાયથનનું પેપર રદ, જાણો વિગત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર-5નું 50 માર્કનું “પ્રોગ્રામિંગ ઇન પાયથન” થિયરી પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર દ્વારા જાહેર થયો.

શા માટે રદ થયું પેપર?
પરિપત્ર અનુસાર, 12 નવેમ્બરે લેવાયેલું પેપર જામનગરની H.J. દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર સાથે એકદમ સરખું નીકળ્યું હતું. આ કારણે પેપર સેટ કરતાં કોલેજના અધ્યાપક હિરલ પંડ્યાએ ગંભીર ભૂલ કરી હોવાનું બહાર આવ્યું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા આ મુદ્દે 13 નવેમ્બરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ મૂકાયો હતો કે મુખ્ય યુનિવર્સિટી પરીક્ષામાં લેવાયેલું પેપર જામનગરની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર જેટલું જ શબ્દપ્રમાણે એકસરખું હતું. આ આક્ષેપો સાચા સાબિત થતા યુનિવર્સિટીએ આખું પેપર રદ કરવાનો નિર્ણય કર્યો.

પુનઃપરીક્ષાનો દિવસ જાહેર
રદ કરવામાં આવેલ પેપર હવે 22 નવેમ્બરના રોજ ફરી લેવામાં આવશે.

અધ્યાપક પર કાર્યવાહી કેમ નહીં?
વિદ્યાર્થીઓ અને ABVPની રજૂઆતમાં અધ્યાપકની ભૂલ સ્પષ્ટ હોવા છતા, યુનિવર્સિટીના પરિપત્રમાં અધ્યાપક સામે કોઈ કાર્યવાહીનો ઉલ્લેખ નથી. ભૂલ કોણે કરી તે વિશે કોઈ નોંધ નથી. આથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે એવી વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે.

વિદ્યાર્થીઓમાં રોષ – VC શોધવા પોસ્ટર લગાવાયા
આ મુદ્દે વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓ યુનિવર્સિટી કેમ્પસ પર પહોંચ્યા હતા. તે સમયે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી હાજર ન હોવાથી, વિદ્યાર્થીઓએ ‘VC ગાયબ છે’ એવા પોસ્ટર લગાવ્યા. પછી ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચા, પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ અને OSD નિલેશ સોનીને અંતર્ગત રજૂઆત કરવામાં આવી.

હવે પેપર રદનો સત્તાવાર પરિપત્ર જાહેર
ABVP અને વિદ્યાર્થીઓની રજૂઆત બાદ આખરે યુનિવર્સિટીએ પેપર રદ કરી પુનઃપરીક્ષા અને ભૂલોની તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ…