વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ, અને યુદ્ધ પછીના શાસન માળખા પર ચર્ચા થઈ.
ગાઝામાં સતત હુમલાઓ પર ચિંતા:-
બેઠકમાં તુર્કી, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, પાકિસ્તાનઅને ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાનો હાજર રહ્યા. યુદ્ધવિરામ છતાં ગાઝામાં ચાલુ હુમલાઓ અને માનવીય પરિસ્થિતિના સુધારામાં વિલંબ અંગે બધા દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી.તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાનેજણાવ્યું કે, “અમે ગાઝામાં યુદ્ધ પછી એવું માળખું જોઈશું જેમાં પેલેસ્ટિનિયનો પોતાનું શાસન ચલાવી શકે અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.”
તુર્કી તરફથી હમાસના સત્તા છોડવાની સંમતિ:-
તુર્કીએ જાહેરાત કરી કે હમાસે સત્તા છોડવા માટે સંમતિ આપી છે. આ પગલાને મુસ્લિમ દેશોએ સ્વાગત કર્યું છે, કારણ કે તે પેલેસ્ટિનિયન શાસનના એકીકરણ તરફનું મહત્વનું પગલું ગણાય છે.
યુએન હેઠળ ટાસ્ક ફોર્સનો પ્રસ્તાવ:-
બેઠકમાં ગાઝાની સુરક્ષા અને સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સરચવાની વાત પણ થઈ. ફિદાએ જણાવ્યું કે, “આ ટાસ્ક ફોર્સ યુએન સુરક્ષા પરિષદના ઠરાવ હેઠળ કાયદેસરતા ધરાવતી હોવી જોઈએ.”યુએસ મધ્યસ્થી કરાર હેઠળ ગાઝા યુદ્ધવિરામનું નિરીક્ષણ કરતી આ ફોર્સને યુએનના આધિકારિક માળખા હેઠળલાવવા માટે ચર્ચા ચાલી રહી છે.
પાકિસ્તાનમાં સૈનિક મોકલવા અંગે ચર્ચા:-
પ્રસ્તાવિત ગાઝા દળમાં સૈનિક મોકલવાના મુદ્દે પાકિસ્તાનમાં ઉચ્ચ સ્તરીય ચર્ચાઓચાલી રહી છે. ટૂંક સમયમાં આ બાબતે ઔપચારિક જાહેરાત થવાની શક્યતા છે.
ઇઝરાયલના યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નિંદા:-
બેઠકમાં તમામ નેતાઓએ ઇઝરાયલના યુદ્ધવિરામ ઉલ્લંઘનની નિંદા કરી અને પેલેસ્ટિનિયન પ્રદેશમાંથી તાત્કાલિક પાછા હટવાની માંગણીકરી. તેમણે કહ્યું કે ગાઝામાં નરસંહાર અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
કાયમી શાંતિ માટે મુસ્લિમ દેશોની એકતા:-
આ બેઠક બાદ આરબ અને ઇસ્લામિક દેશોએ સંયુક્ત રીતે કાયમી શાંતિ માટે સહમતી વ્યક્ત કરી. બધા દેશોએ ગાઝા પુનર્નિર્માણ અને માનવીય સહાય માટે સંકલિત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.








