Google થયું 27 વર્ષનું….. નાની એવી શરૂઆત આ રીતે બન્યું વટવૃક્ષ

ગૂગલ આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક, ગૂગલે આ પ્રસંગને યાદગા કરવા માટે એક અનોખું ડૂડલ બહાર પાડ્યું છે, જે તેના ભૂતકાળની ઝલક રજૂ કરે છે. 1998 માં સર્ચ એન્જિન તરીકે શરૂ થયેલી, કંપનીએ છેલ્લા 27 વર્ષમાં ઘણી કંપનીઓને પાછળ છોડી દીધી છે. ચાલો ગૂગલની 27 વર્ષની સફર પર એક નજર કરીએ.

ગૂગલ દરેક પ્રસંગને યાદ કરવા માટે ડૂડલ બનાવે છે. આ ડૂડલ સર્ચ એન્જિનના હોમ પેજ પર જોઈ શકાય છે. કંપની દ્વારા તેની 27મી વર્ષગાંઠ નિમિત્તે બનાવવામાં આવેલું આ ડૂડલ એક ખાસ થીમ પર આધારિત છે. તે 1998 માં લોન્ચ કરાયેલા ગૂગલ સર્ચની ઝલક આપે છે. આ ડૂડલમાં ગૂગલનો જૂનો લોગો છે, જેમાં મૂળાક્ષરો વિવિધ રંગોમાં દેખાય છે: બ્લ્યુ, રેડ, યલ્લો અને ગ્રીન.

બે વિદ્યાર્થીઓએ કરી હતી શરૂઆત
સ્ટાર્ટ-અપ તરીકે જે શરૂ થયું તે થોડા વર્ષોમાં જ ટેક જગતમાં એક વટ વૃક્ષ બની ઉભર્યું હતું. ગૂગલે ઝડપથી માઇક્રોસોફ્ટ અને યાહૂ જેવી મોટી કંપનીઓ ને ટક્કર આપી . 27 સપ્ટેમ્બર, 1998 ના રોજ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ, લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને, ગેરેજમાંથી ગૂગલની શરૂઆત કરી હતી.

હાલમાં, તે વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક છે, જે સર્ચ એન્જિનથી લઈને ઓપરેટિંગ સિસ્ટમ્સ અને AI ટૂલ્સ સુધી બધું જ બનાવે છે. વધુમાં, ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ વિના, વિશ્વભરમાં લાખો સ્માર્ટફોન કંઈ જ ન હોત. તેના સર્ચ એન્જિન ઉપરાંત, ગૂગલ યુટ્યુબ, મેપ્સ, એન્ડ્રોઇડ, જેમિની એઆઈ, ગૂગલ શીટ્સ અને પિક્સેલ જેવી સેવાઓ પણ પ્રદાન કરે છે, જેના વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે આજે ટેક જગતની જીવનરેખા છે.

આપી અનેક કંપનીઑને ટક્કર
ગૂગલના આગમન સાથે, માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોર બંધ થઈ ગયું. લોકોએ ગૂગલ ક્રોમનો ઉપયોગ શરૂ કર્યો. યાહૂ અને રેડિફ સર્ચના દિવસો પૂરા થઈ ગયા. આ બંને કંપનીઓએ તેમના સર્ચ એન્જિન અને ઇમેઇલ સેવા બંધ કરવી પડી. જીમેલે તેનું સ્થાન લીધું. એટલું જ નહીં, ગૂગલના મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડના આગમન પછી, સ્માર્ટફોન માર્કેટ ઝડપથી વધ્યું, જેના કારણે નોકિયા અને બ્લેકબેરી જેવી બ્રાન્ડના ફોન બજારમાં બંધ કરવા પડ્યા. સ્માર્ટફોન યુઝર્સની સંખ્યામાં વધારો થવાને કારણે, ફીચર ફોન માર્કેટ લગભગ સમાપ્ત થઈ ગયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…

    કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ EDએ નોટિસ ફટકારી નોટિસ

    કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.  FEMA ઉલ્લંઘન બદલ KIIFB અને વરિષ્ઠ અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવી છે, અને ₹466 કરોડ (આશરે $4.66 બિલિયન) ની રકમ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *