કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે.

શું છે એલિસિન?
એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

લસણના મુખ્ય ફાયદાઓ:

1. કેન્સર સામે રક્ષણ
એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે. ખાસ કરીને કોલોન, પેટ અને સ્તન કેન્સર સામે તે પ્રભાવકારક સાબિત થઈ શકે છે.

2. હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ
લસણ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. તે બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ છે.

3. રોગપ્રતિકારક શક્તિમાં વધારો
લસણને રોજ ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે, જે વાયરસ, બેક્ટેરિયા અને ફંગસ સામે રક્ષણ આપે છે.

4. શ્વાસ તથા ફેફસાંના રોગમાં સહાયક
લસણનો ઉપયોગ શરદી, ખાંસી અને નાસાની સમસ્યાઓમાં રાહત આપે છે. તે નાકના માર્ગોને ખુલ્લા રાખે છે અને શ્વાસ લેવામાં સહેલાઈ કરે છે.

5. ડિટોક્સિફિકેશન અને પાચન સુધારણા
લસણ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે. એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ત્વચાના રોગો સામે લડે છે. પાચનક્રિયા સુધારવામાં પણ તે ફાયદાકારક છે.

સાવચેત રહેવા યોગ્ય બાબતો
ત્યારે લસણ બહુ હિતાવહ છે, પરંતુ ઉનાળામાં અથવા વધુ માત્રામાં લેવાતું લસણ લીવર પર દૂષિત અસર પાડી શકે છે. ખાસ કરીને કાચું લસણ વધુ લેવાતું હોય તો તેની અસર તીવ્ર હોઈ શકે છે.

Related Posts

શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા

શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને…

ભારતમાં નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ, પ્રવાસીઓ માટે વધુ સ્માર્ટ અને સુરક્ષિત

ભારતે તેના મહત્વાકાંક્ષી પાસપોર્ટ સેવા કાર્યક્રમ V2.0 હેઠળ નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનો રાષ્ટ્રીય સ્તરે સફળ રોલઆઉટ પૂર્ણ કર્યો છે. હવે દેશમાં જાહેર થયેલી તમામ નવી અરજીઓ અને નવીનીકરણ માટે ચિપ-સક્ષમ ઈ-પાસપોર્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *