રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. એટલે આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી
ક્યાં કેટલું તાપમાન ? :- ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ગાંધીનગર, ડીસા, મહુવા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રીને પાર થયું હતું. તો અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 18.6, રાજકોટમાં 18.7, અમદાવાદમાં 21.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને 7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








