એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઇન્ડો-મ્યાનમાર બોર્ડર પર સક્રિય ડ્રગ્સ નેટવર્કમાં મોટી ઉજાગરી સામે આવી છે. આ નેટવર્ક માત્ર ડ્રગ્સનું સ્મગલિંગ કરતા સીમિત નથી, પરંતુ તેનું ફાઇનાન્સ અને આંતરરાજ્ય/અંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે.
ED ની તપાસમાં ગુજરાતની ‘ક્રિશિવ એન્ટરપ્રાઇઝ’ નામની ફર્મની સંડોવણી ખુલ્લી છે. આ નેટવર્ક દ્વારા સ્યુડોએફેડ્રીન ટેબ્લેટ, કેફેઈન અને હાઇડ્રસ્ જેવા મટીરીયલ સપ્લાય કરવામાં આવતાં હતા, જે મેથેમ્ફેટામાઇન બનાવવા માટે ઉપયોગી છે. મુખ્ય મટીરીયલ મ્યાનમારથી આવતો હોવાનું જાણવા મળ્યું છે.
આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંડોવણી:
– મિઝોરમના ઝોડીનથારા અને લાલરામપરી તથા આસામના અબુ સેફુદ્દીનના શખ્સોની હવાલા ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી
– મ્યાનમારનો એક શખ્સ ભારતના GST એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરે છે
તપાસના ભાગરૂપે 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા ડ્રગ્સ હેરાફેરી પાછળની આર્થિક કરોડરજ્જુ તોડવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ED હવે નેટવર્કમાં સંકળાયેલા તમામ આરોપીઓ અને તેમની મિલકતો પર વધુ તપાસ હાથ ધરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






