દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી દાદાનું બુલડોઝર ચાલશે. તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવી છે. બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર
મળતી માહિતી મુજબ, દ્વારકાના ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળો પર નોટિસ આપવામાં આવી છે. વધુ 69 ધાર્મિક સ્થળો પર તંત્રએ નોટિસ પાઠવી હતી. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 15 દિવસની મુદત આપવામાં આવી છે. આ ઉપરાંત મુદ્ત પુર્ણ થાય અને દબાણો દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થશે તેમ જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો
અગાઉ જામ ખંભાળીયામાં 340 અને કલ્યાણપુરમાં 106 અને દ્વારકા શહેરમાં 35 નોટિસો આપવામાં આવી છે. હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસો આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જેમાં મોટા ભાગના મંદિરોનો સમાવેશ થાય છે. જેને લઈને લોકોની લાગણી દુભાઈ છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








