અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવી સેવા 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડશે.
વિદ્યાર્થીઓ માટે સુવિધા
અત્યારે, વિદ્યાર્થીઓને કન્સેશન પાસ મેળવવા માટે AMTSના સેન્ટરો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ નવી ઓનલાઈન વ્યવસ્થા દ્વારા હવે આ મુશ્કેલી દૂર થશે.
AMTS આ સેવા AMCની ‘i-pass’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પૂરી પાડશે. વિદ્યાર્થીઓ:
– એપ્લિકેશન પર ફોર્મ ડાઉનલોડ કરશે
– જરૂરી પુરાવાઓ અપલોડ કરશે
– OTP સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા પછી AMTSના અધિકારી પાસ મંજૂર કરશે
– મંજૂરી મળ્યા પછી, વિદ્યાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકે છે અને મુસાફરી દરમિયાન તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.
ફિઝિકલ પાસની સુવિધા યથાવત
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, AMTS ફિઝિકલ પાસની સુવિધા પણ યથાવત રાખી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ સરળતા અનુભવશે.
આ પગલાથી વિદ્યાર્થીઓનો સમય અને શક્તિ બચશે અને પ્રવાસ વધુ સુગમ બનશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






