ગુજરાતમાં એક પછી એક યુવાનોના હૃદય બંધ પડી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા. આ દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો. અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.
આ પણ વાંચો :- ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર

પ્રાથમિક તપાસમાં હૃદય રોગના હુમલાથી તેઓનું મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જોકે આ મામલે ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ કરાવ્યા બાદ વધુ માહિતી આપવામાં આવશે. હૃદય રોગના હુમલાના કારણે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમારનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોખનો માહોલ જોવા મળ્યો છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








