નિવૃત્તિ પહેલા જ ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. અભયસિંહ ચુડાસમા 1999ની બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે IPS અધિકારી ઓક્ટોબર વયનિવૃતિ પહેલાં જ રાજીનામું આપી દીધું છે. IPS અભય ચુડાસમા આગામી ઓક્ટોબર માસમાં નિવૃત્ત થવાના છે ત્યારે વયનિવૃત્તિ પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે. ગુજરાત પોલીસના અનેક મહત્ત્વના કેસ સાથે જોડાયાલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્ત્વની જવાબાદરી નિભાવી છે.
-> રાજકારણમાં આવશે અધિકારી? :- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ત્યારે શું બાહોશ અધિકારી રાજકારણમાં પ્રવેશ કરશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. જો કે અગાઉ એક કાર્યક્રમમાં આઈપીએસ અધિકારીએ આ અફવાઓને પહેલા જ રદિયો આપી દીધો હતો.
ગીર સોમનાથાનના કોડીનાર ખાતેના કાર્યક્રમમાં જ્યારે અભયસિંહ ચુડાસમાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા ત્યારે તેમણે રાજનીતિમાં પ્રવેશને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્પષ્ટ વાત કરી કે હું કયારે પણ રાજકારણમાં જોડાઈશ નહીં. મારું ક્ષેત્ર રાજનીતિ નથી પરંતુ હું નિવૃત્તિ બાદ સામાજિક કામો કરીશ.
ખાસ કરીને હું શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડવા માંગુ છું. જણાવી દઈએ કે આજે અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છું અને હાલમાં તેઓ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. એટલે કે અભયસિંહ ચુડાસમા હાલ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે.