B INDIA દ્વારકા : બેટ દ્વારકા મેગા ડિમોલિશન પાર્ટ 2માં ગુજરત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી કરતા વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર કોર્ટે હટાવ્યો છે.બેટ દ્વારકા ડિમોલિશન મામલે કોર્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વકફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો, મદરેસા અને દરગાહો ધારશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે વકફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ ત્રણ અરજીઓ પણ અદાલતે ફગાવી છે. કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી છે. આ નિર્ણય પાછળ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર માટે બંધારણોને (મસ્જિદ, મદરેસા, દરગાહ) ધરાશાયી કરવા માટેનો રસ્તો સાફ થયો છે.
દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી.