દેશમાં આર્યન નેહરાએ ફરી ડંકો વગાડ્યો, નેશનલ ગેમ્સમાં સાત મેડલ જીત્યા

ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સની સ્વિમિંગમાં સાતમો મેડલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં આર્યને અત્યાર સુધીમાં 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર, 4×200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આર્યન નેહરાએ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ચાર મિનિટ અને 2.60 સેકન્ડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે 10 મેડલ જીત્યા છે. જેમાં ગુજરાતે 10માંથી 7 મેડલ સ્વિમિંગમાં જ જીત્યા છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં આર્યન નેહરાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. સ્વિમર આર્યન નેહરા માટે આ પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ હતો. વર્ષ 2023માં આર્યન નેહરાએ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

જુલાઈ 2023માં આર્યન નેહરાએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્યને એ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ માટે 8:01.81 સેકન્ડનો સમય લીધો હતો. એ વર્ષે એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં આર્યને 8:03.15નું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

-> IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે આર્યન :- ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન નેહરા રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાના દીકરા છે. આર્યનની સાથે તેનો નાનો ભાઈ પણ સ્વિમર છે. વિજય નેહરા 2001 બેચના IAS અધિકારી છે. હાલમાં વિજય નેહરા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ છે. તેમની પાસે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની જવાબદારી પણ છે. તેઓ અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને ગ્રામ્ય વિકાસ કમિશનર રહી ચુક્યા છે.

Related Posts

નિવૃત્તિ પહેલા જ IPS અભય ચુડાસમાનાં રાજીનામાથી અનેક તર્કવિતર્ક

નિવૃત્તિ પહેલા જ ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. અભયસિંહ ચુડાસમા 1999ની બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થાય છે. ઉલ્લેખનીય છે…

આવતી કાલે વડાપ્રધાન મોદી પ્રયાગરાજ જશે, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ ખાતે મહાકુંભનો મેળો યોજાયો છે. ત્યારે પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ સંગમ તટે પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ રહ્યા છે. રાજકારણીઓ, અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button