સરકાર કરશે મોટું એલાન, હવે ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

B INDIA ગાંધીનગર : આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગુ થશે. રાજ્ય સરકાર આજે આ અંગે કમિટીની જાહેરાત કરી શકે છે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કાર્યરત રહેશે. અગાઉ ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપ જાહેરાત કરી ચુક્યુ છે. તૈયાર કરવામાં આવેલી કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. જેના આધારે UCCનું અમલીકરણ કરવામાં આવશે. આ કમિટીમાં 3થી4 સભ્યો રહેશે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ કમિટી કામ કરશે. કમિટી UCC લાગુ કરવા અંગેના તારણો રાજ્ય સરકારને સોંપશે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કેબિનેટે આ અંગે મંજૂરી આપી હતી.

–> યુનિફોર્મ સિવિલ કોડ શું છે? :- ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે, દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે. યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ.

UCC બાદ શું બદલાશે?

– તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે

– પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર

– લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી

– લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ

– અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે

– એક કરતા વધારે લગ્ન પર રોક

– પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ

– લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત

– સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક

– તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ

– મુસ્લિમ સમૂદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે

–> દુનિયાના કયા કયા દેશોમાં લાગુ છે UCC :- દુનિયાના ઘણા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. આપના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ UCC લાગુ છે. આ બંને દેશોમાં શરિયા આધારિત સમાન કાયદો તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકોને લાગુ પડે છે. આ સિવાય ઈઝરાયેલ, જાપાન, ફ્રાન્સ અને રશિયામાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, સમાન નાગરિક અથવા ફોજદારી કાયદાઓ પણ લાગુ પડે છે. યુરોપિયન દેશો અને અમેરિકામાં બિનસાંપ્રદાયિક કાયદા છે, જે તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે. વિશ્વના મોટાભાગના ઇસ્લામિક દેશોમાં, શરિયા પર આધારિત એક સમાન કાયદો છે, જે ત્યાં રહેતા તમામ ધર્મોના લોકોને સમાન રીતે લાગુ પડે છે.

Related Posts

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની…

ટ્રમ્પની ટેરિફ વ્યૂહરચનાની વોલ સ્ટ્રીટ જર્નલ’ના લેખમાં ટીકા કહ્યું ‘ઇતિહાસનું સૌથી મૂર્ખ વેપાર યુદ્ધ’

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદી દીધા છે. તેમના નિર્ણય પર દુનિયાભરના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ‘વોલ સ્ટ્રીટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button