વિશ્વભરના દેશોને તેમની લશ્કરી શક્તિના આધારે ક્રમાંકિત કરતી સંસ્થા ગ્લોબલ ફાયર પાવરે વર્ષ 2025 માટે એક નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં વિશ્વભરના તમામ દેશોનું રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. પરંતુ આ વખતે પાકિસ્તાનને રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે.
-> ભારતનું પાવર રેન્કિંગ શું છે? :- ગ્લોબલ ફાયરપાવરની 2024 ની યાદીમાં, ભારતનું પાવર રેન્કિંગ વિશ્વમાં ચોથું હતું, જે ભારતે આ વર્ષે પણ જાળવી રાખ્યું છે અને 2025 ની યાદીમાં પણ ચોથા સ્થાને છે. જ્યારે, પાકિસ્તાનની સ્થિતિ પહેલા કરતા ઘણી નબળી પડી ગઈ છે. વર્ષ 2024માં પાકિસ્તાન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં 9મા ક્રમે હતું, જે વર્ષ 2025માં 12મા ક્રમે આવી ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા નંબરે, રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે.
-> ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ શું છે? :- ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 60 થી વધુ પરિમાણોના આધારે વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્યનું મૂલ્યાંકન કરે છે. આમાં લશ્કરી એકમો, નાણાકીય પરિસ્થિતિ, લોજિસ્ટિકલ ક્ષમતાઓ, ભૌગોલિક સ્થાન અને તકનીકી વિકાસનો સમાવેશ થાય છે.
–> 2025 ની ટોચની 10 લશ્કરી શક્તિઓ :
અમેરિકા: તેની અત્યાધુનિક ક્ષમતાઓ, નાણાકીય શક્તિ, વૈશ્વિક પ્રભાવને કારણે ટોચ પર રહે છે. જેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0744 છે.
રશિયા: યુક્રેન સાથે યુદ્ધ હોવા છતાં, રશિયા ઈરાન, ઉત્તર કોરિયા અને ચીન સાથે મજબૂત વ્યૂહાત્મક જોડાણ જાળવી રાખે છે. તેનો પાવર ઇન્ડેક્સ સ્કોર
0.0788 છે.
ચીન: સંરક્ષણ અને ટેકનોલોજી રોકાણોમાં મોટા પાયે વધારાને કારણે ચીન ટોચના 3 દેશોમાં સામેલ છે. તેનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0788 છે.
ભારત: ભારતની લશ્કરી ક્ષમતામાં તેના અદ્યતન લશ્કરી સાધનો, આધુનિક શસ્ત્રો અને વ્યૂહાત્મક સ્થાનને કારણે નોંધપાત્ર વધારો થયો છે અને તેનો પાવર
ઇન્ડેક્સ સ્કોર 0.1184 છે.
દક્ષિણ કોરિયા: સંરક્ષણ ક્ષેત્રમાં વિશાળ રોકાણ અને વૈશ્વિક ભાગીદારીથી મજબૂત સ્થિતિને કારણે દક્ષિણ કોરિયા ટોચના 5 દેશોમાં સામેલ છે. તેનો પાવર ઇન્ડેક્સ
0.1656 છે.
યુકેપાવર ઇન્ડેક્સ સ્કોર 0.1785 છે. ફ્રાન્સનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1878 છે.
જાપાનનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1839 છે.
તુર્કીનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1902 છે.
ઇટલીનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.2164 છે.
પાકિસ્તાનનું રેન્કિંગ નીચે ગયું
૨૦૨૪માં પાકિસ્તાન ફાયરપાવર રેન્કિંગમાં નવમા ક્રમે હતું, જે ૨૦૨૫માં ૧૨મા ક્રમે આવી ગયું છે. આ ઘટાડો તેની નબળી લશ્કરી સ્થિતિ અને સંરક્ષણ આધુનિકીકરણમાં પડકારોને પ્રતિબિંબિત કરે છે. આ યાદીમાં ભૂટાન સૌથી નીચલા ક્રમે છે.