નવસારીમાં સી.આર.પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલ પર કટાક્ષ કર્યો હતો અને જાહેર મંચ પરથી કહ્યું કે,વાઘને કોણ કહે તારુ મોઢુ ગંધાય,આ શબ્દો સાંભળીને તમામ લોકો ખડખડાટ હસી પડયા હતા. પાટીલે રોડની કામગીરીને લઈ આ કટાક્ષ કર્યો હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ આર.સી.પટેલે જવાબમાં કહ્યું તમામ રોડ બનેલા છે અને જલાલપોરમાં તમામ રોડ અમે બનાવ્યા છે.સી.આર અને આર.સી.પટેલના ફરિયાદના સુરમાં હળવો સંવાદ સ્ટેજ પર યોજાયો હતો.
જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું હતુ. જાહેર કાર્યક્રમમાં આર.સી પટેલે કહ્યું. અહી ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે મે કામ નથી કર્યું તો હું રાજકારણ છોડી દઈશ.તો સામે સી.આર પાટીલે પણ આર.સી પટેલને ટકોર કરતા કહ્યું,વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય છે. પાટીલે,આર સી. પટેલને સાતમી ટર્મ માટે પણ ટિકિટ આપવી પડે તેવું કહ્યું સાથે જ કહ્યું બહુ ઓછાં બૂમ પાડે બાકી ના ચૂપ છે.
આ રમુજી કટાક્ષબાજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફેલાવ્યું હતું.જોકે, રાજકીય વર્તુળોમાં આ પ્રકારની કટાક્ષબાજી દ્વારા નેતાઓ એકબીજા પ્રત્યેના મતભેદો વ્યક્ત કરતા હોવાનું મનાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય ચર્ચાનો વિષય બની રહ્યો છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રાજકીય નેતાઓ વચ્ચે રમુજી કટાક્ષબાજી જામી હતી.