B INDIA અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર SOG ક્રાઈમે બાતમીનાં આધારે ઓઢવ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે જયકિશન ખંડેલવાલ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા તેની પાસેથી 1.73 લાખની કિંમતનું 17 ગ્રામ્ 360 મીલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ આરોપી મોટેરા વિસ્તારમાં રહે છે. અને IT એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચુક્યો છે. પહેલા તે પોતે ડ્રગ્સનો બંધાણી બન્યો અને બાદમાં વેચાણ શરૂ કર્યું અને દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતો હતો.
આરોપી ડિલિવરી કરનાર શખ્સ પાસેથી આ ડ્રગ્સ લઈને પોતાની કારમાં ઓઢવથી મોટેરા તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેને કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું તે આ રીતે 7 થી 8 વાર ડ્રગ્સ દિલ્હીથી મંગાવીને અમદાવાદમાં વેચાણ કરી ચુક્યો છે. તેમજ તે પોતાનાં નક્કી કરેલા ગ્રાહકોને જ આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો.હાલ તો SOGએ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને તેને ડ્રગ્સ આપવા માટે આવનાર ડિલિવરી બોય અને દિલ્હીથી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી અંગે વધુ તપાસ હાથ ધરી છે.