B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે અકસ્માતમાં એક મોટલ સાયકલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ત્યારે અકસ્માતની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને અકસ્માતની ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
-> અગાઉ અકસ્માતની 4 ઘટના બની હતી :- સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે અને દસાડા ગ્રામ્યની હોટલના મેદાનમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પાણશીણા હાઈસ્કૂલના શિક્ષિકા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યારે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.