સાળંગપુર : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર

B INDIA SARANGPUR BOTAD : શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું.

 

Salangpurdham Shrikashtabhanjandev Hanumanjidada was decorated with  colorful flowers of Sevanti brought from Vadodara. | શનિવાર નિમિતે દાદાને  શણગાર: સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ ...

 

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.31-01-2025ને શુક્રવારના રોજ  સાળંગપુરમાં  શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી  સેવંતીના મિક્સ ફુલો વડે  દિવ્ય શણગાર  કરાયો છે. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો  ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.

 

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર - શ્રીકષ્ટભંનજન  દેવનું રાજોપચાર પૂજન કરાયું શ્રી સ્વામિનારાયણ મંદિર ...

 

સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે  પૂજારી  સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું  મોટી સંખ્યામાં હરિભક્તોએ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે.

 

Darshan : 29-12-2024 પવિત્ર ધનુર્માસ-રવિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ ...

 

ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે. આ રીતે રાજોપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

 

રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે.ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.

Related Posts

IT એન્જિનિયરની ધરપકડ, દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં કરતો વેચાણ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર SOG ક્રાઈમે બાતમીનાં આધારે ઓઢવ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે જયકિશન ખંડેલવાલ નામનાં શખ્સની ધરપકડ કરી હતી.…

અમરેલીમાં ત્રિપલ અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત

B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button