હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?

–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:-

 

Gir Somnath: ગીર સોમનાથમાં શિયાળો ગાળવા લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું  આગમન થયું - Lakhs of foreign birds arrived in Gir Somnath district to spend  the winter

 

ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઈબેરિયા અને મધ્ય યુરોપનાં મોંગોલિયા સહિતનાં દેશો માંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. 65 પ્રજાતિના પક્ષીઓનું આગમન થયું દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેટલેન્ડોમાં પાણી હોવાના લઈ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના પક્ષીઓ છીછરા પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે. ખાસ તો હજારો નોટિકલ માઈલ નું અંતર કાપી અને ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા ઉપર પક્ષીઓ દર વર્ષે આવી પહોંચે છે. પક્ષીપ્રેમીઓમાં અનેરો આનંદ આ વિદેશી પક્ષીઓમાં પેલીકન, ફ્લેમિન્ગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીનાં પાક લણવા સમયે આવે છે તેમજ પેલીકન અને ફ્લેમિન્ગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે. લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે.

 

–> ગીર સોમનાથમાં શિયાણો ગાળવા વિદેશી પક્ષીઓનું આગમન:–

 

વિદેશી પક્ષીઓનું નળ સરોવરમાં આગમન - Gujarat News News

 

શિયાળો શરૂ થતા યાયાવર પક્ષીઓનું ગીર સોમનાથ ના વિશાળ સમુદ્ર કાંઠા પર ના બંધારાઓ પર આગમન થાય છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠયો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતાં ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠયા છે.

 

–> પક્ષીઓ ના સ્વાસ્થ્ય તેમજ શિકારી પ્રવૃત્તિ ના થાય તેના માટે ટ્રેકર્સ ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ :–

 

હજારો વિદેશી પક્ષીઓ આવ્યાં ગીર સોમનાથમાં, તમે જોયા કે નહીં? – News18 ગુજરાતી

 

રેન્જ ફોરેસ્ટ યોગેશ કલસરિયા એ જણાવ્યું હતું કે, લાઇબેરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. વિદેશી પક્ષીમાં જેમાં પેલીંગન, ફલેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વન વિભાગ દ્વારા પર વિદેશી મહેમાન એવા પક્ષીઓ ના સ્વાસ્થ્ય તેમજ શિકારી પ્રવૃત્તિ ના થાય તેના માટે ટ્રેકર્સ ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવે છે.

 

વિદેશથી આવતા કુંજ મગફળીના પાક લણવાના સમયે આવે છે તેમજ પેલીગન અને ફલેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે. લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં દરિયા કાંઠે આવી પહોંચ્યા છે.

 

Related Posts

IT એન્જિનિયરની ધરપકડ, દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં કરતો વેચાણ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર SOG ક્રાઈમે બાતમીનાં આધારે ઓઢવ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે જયકિશન ખંડેલવાલ નામનાં શખ્સની ધરપકડ કરી હતી.…

અમરેલીમાં ત્રિપલ અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત

B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button