B INDIA જસદણ : રાજ્યમાં વધુ એક બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો છે. જસદણના જંગવાડમાં ધોરણ 5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને પગલે બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવાડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતો પરિવાર ચિંતિત થયો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો.
પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે. દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે મહાકુંભમાં તાલુકા કક્ષાએ થી મેદાન માર્યું હતું. માતા-પિતાએ પોતાના પુત્રને લઈને અનેક સપના સેવ્યા હશે. પરંતુ હાર્ટએટેકના શિકાર બનેલ હેતાશને ગુમાવવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું. કાલે હસતો રમતો છોકરો અચાનક વિદાય લેતા માતા-પિતા સહિત કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
-> અગાઉ પણ બાળકો હાર્ટએટેકના શિકાર થયા હતા :- છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજયું.જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજયું હતું.