કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર!

B INDIA અમદાવાદ : અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર છે. તો બીજી તરફ ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ કાર્યક્રમ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત છે. કોલ્ડપ્લે એક પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ છે, જેના કોન્સર્ટ સુરક્ષા માટે લગભગ 3800 પોલીસ કર્મચારીઓ, NSG ટીમ અને 400 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી યંગસ્ટર્સ અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટમાં પહોંચ્યા છે.

Coldplay Abu Dhabi Concerts Guide: Transport, Setlist And Rules

વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈને પ્રેક્ષકો કોલ્ડપ્લે કોન્સર્ટ પહોંચ્યા છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત રસિયાઓને મ્યુઝિકના શાનદાર અનુભવ સાથે અહીં ખાસ વસ્તુઓ પણ આપવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજર તમામ પ્રેક્ષકો તેનો અનુભવ કરી શકશે, જેનાથી આ કોન્સર્ટ યાદગાર બની રહે. જેમાં રિસ્ટ બેન્ડથી લઈને મૂનગોગલ્સ સહિતની આકર્ષક વસ્તુઓનો સમાવેશ થાય છે.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની એક વિશેષ ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે.

Coldplay 2025: Beautiful Lines From Chris Martin's Songs That Make The Best  Instagram Captions

તે સુરક્ષા પાસાઓ પર સતત નજર રાખશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય ખાસ ટીમોને પણ મેટ્રો સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, NSG ટીમ ઉપરાંત, ત્રણ ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. એક ટીમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની છે. 10 ટીમો બોમ્બ વિશે માહિતી એકત્રિત કરશે. માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, તબીબી અને પેરામેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

Related Posts

દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ, પોલીસે એકની ધરપકડ કરી

B INDIA દહેજ : ભરૂચના દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ થયો છે. દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી…

રાજ્યમાં સતત ડિમોલેશનથી લોકોમાં રોષ, મહેસાણામાં દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો દૂર કરાયા

B INDIA મહેસાણા : રાજ્યનાં અલગ -અલગ જિલ્લાઓમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકા, ચોટીલા બાદ હવે મહેસાણામાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે . નોટિસ આપવા છતાં દબાણ ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button