B INDIA સુરત : સુરતના લીંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે. અને બાતમીના આધારે SMCએ સંજયનગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. SMC દ્વારા રેડ કરીને 48 હજાર રોકડા સહીત 1.13 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. SMC દ્વારા જુગારધામ પરથી 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.અગાઉ પણ જુગારધામ પર SMC રેડ કરી મોટા પ્રમાણમાં મુદામાલ જપ્ત કર્યો હતો. સતત લીંબાયતમાં SMCની રેડ છતાં જુગારધામ બેફામ ધમધમી રહ્યા છે.
-> આગાઉ 40 જુગારીઓની કરાઈ હતી ધરપકડ :- ગાંધીનગર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારમધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાડપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જો કે, એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.