B INDIA અમદાવાદ : ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી મારવા જઈ રહ્યા છે.
ત્યારે ગુજરાતનાં તમામ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ટુરિઝમ અને GSRTC એ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રોજ એક હાઇટેક્નિક AC વોલ્વો શરૂ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે. માત્ર 8,100 રૂપિયામાં કુંભ જવા માટેની યાત્રાનું આયોજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે.
પાર્કિંગથી કુંભના સ્થાન સુધી ખુબ લાબું અંતર છે. તેથી એને ધ્યાનમાં રાખી લોકો બુકીંગ કરાવે. શ્રદ્ધાળુઓને કુંભ રહેવાની વ્યવસ્થા પણ આ જ પેકેજમાં કરવામાં આવી છે. ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી વ્યવસ્થા કરી છે. જેથી કરીને શ્રદ્ધાળુઓ પવિત્ર મહાકુંભના મેળાનો આનંદ માણી શકે, અને શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહી.