ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં થયા લીન, ગાયુ ‘તુને મુજે બુલાયા શેરાવાલીયે’

નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા એક સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે, ધાર્મિક મુદ્દાઓ પર તેમના જુદા જુદા વિચારો સમયાંતરે જોઈ શકાય છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત એક આશ્રમમાં માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. તેમણે કટરા આશ્રમમાં ‘તુ ને મુઝે બુલાયા શેરાવાલીયે’ ભજન ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.હવે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ એપ્રિલ 2024 માં પણ તેમનો રામધૂન ગાતો એક વીડિયો વાયરલ થયો હતો.

-> રોપવેના મુદ્દા પર કટરાના લોકોને ટેકો આપ્યો :- હકીકતમાં, ફારુક અબ્દુલ્લા, કટરા સ્થિત એક આશ્રમમાં ‘ભજન’ કાર્યક્રમમાં એક ગાયક અને બાળકો સાથે જોડાયા, તેમણે ગાયું, ‘તુને મુઝે બુલાયા શેરાવાલીયે, મૈં આયા, મૈં આયા શેરાવાલીયે.’ આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે રોપવે પ્રોજેક્ટના વિરોધમાં તેઓ કટરાની જનતાની સાથે છે.. તેમણે કહ્યું, “જે લોકો મંદિરના સંચાલકોએ એવું કંઇ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યાઓ ઉભી કરે.

-> સરકાર બનાવવાની કે ઉથલાવવાની સત્તા જનતા પાસે છે – અબ્દુલ્લા :- તેમણે કહ્યું કે લોકોને સમજાયું છે કે શક્તિ સરકાર પાસે નથી, પરંતુ લોકો પાસે છે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો પાસે સરકાર બનાવવાની કે પાડી દેવાની શક્તિ છે અને હવે અધિકારીઓ રોપવે ક્યાં બનાવવો જોઈએ તે અંગે વાત કરવા માટે તેમનો સંપર્ક કરી રહ્યા છે.

-> ‘ધર્મનો સ્વાર્થી હેતુઓ માટે દુરુપયોગ થાય છે’ :- તેમણે કહ્યું, “આ ટેકરીઓમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં આજીવિકા મેળવવા આવે છે, પરંતુ તેમની હાલત શું થશે તેનો કોઇ વિચાર કરતું નથી.. તેમને એમ લાગે છે કે તેઓ જ સર્વસ્વ છે, પરંતુ તેઓ હકીકતમાં કંઇ નથી, ઇશ્વરની શક્તિ પ્રબળ હોય છે, જુઓ કેલિફોર્નિયામાં શું થયું

Related Posts

કેજરીવાલે યોગી આદિત્યનાથને કરી અપીલ, કહ્યું આ મામલે અમિત શાહને આપે માર્ગદર્શન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને સુધારવા માટે માર્ગદર્શન…

ટ્રમ્પનું ચીન પ્રત્યે કુણું વલણ શું ભારત માટે કોઇ સંદેશ છે ? શું છે ટ્રમ્પનો ગેમ પ્લાન ?

અમેરિકાની કમાન સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક એવી જાહેરાતો કરી, જેનાથી ભારતની ચિંતા વધી ગઈ. બીજી તરફ ચીન પ્રત્યે તેમનું વલણ ઘણું નરમ જણાય છે. ગુરુવારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button