9 વર્ષ બાદ મેદાને ઉતરેલા રોહિત શર્મા પોતાનુ જાદુ બતાવી શક્યા ન હતા. તો સાથે જ યશસ્વી જયસવાલે પણ ચાહક વર્ગને નિરાશ કર્યો હતો. રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર અને મુંબઇ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ બંને સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ રસિકોમાં ઉદાસીનતા જોવા મળી હતી.રોહિત શર્માએ એક દશક બાદ રણજી ટ્રોફીમાં ઘર વાપસી કરી છે. મુંબઇના બીકેસી મેદાનમાં મુંબઇ અને જમ્મુ-કાશ્મીરની ટીમ આમને સામને મુકાબલા માટે આવી હતી.
આ રણજી ટ્રોફીમાં દરેકની નજર રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ પર હતી. જ્યાં એક તરફ કોલક્તા સામે ધમાકેદાર જીત મેળવ્યા બાદ બીજા દિવસે ક્રિકેટ રસિકોને નિરાશા હાથ લાગી હતી. પોતાનુ નસીબ અજમાવા માટે ઘરેલુ ક્રિકેટ મેદાનમાં ઉતરેલા ભારતીય ટેસ્ટ અને વન ડે ટીમના કપ્તાન રોહિત શર્માએ અસફળતાનો સિલસિલો યથાવત રાખ્યો હતો.રણજી ટ્રોફીમાં મુંબઇ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે થયેલા મુકાબલામાં સૌ પ્રથમ ટૉસ અજિંક્ય રાહણેએ જીત્યો હતો.
તેઓએ પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં યશસ્વી જયસવાલ 4 રન બનાવીને આઉટ થયા હતા. યશસ્વી જયસવાલ જમ્મુ-કાશ્મીરના આકિબ નબીની બોલિંગ પર એલબીડબલ્યુ આઉટ થયા હતા.તો આ તરફ, રોહિત શર્મા પણ 3 રન ફટકારી પવેલિયન પરત ફર્યા હતા. પારસ ડોગરાના હાથે ઉમર નજીની બોલિંગ પર હિટમેન આઉટ થયા હતા. રોહિત શર્મા 9 વર્ષ 3 મહિના બાદ રણજી ટ્રોફી માટે મેદાને ઉતર્યા હતા.