ગુજરાતમાં હાલ તો ગરમીનો અહેસાસ થયો છે. છેલ્લા બે દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંતોના મતે આગામી 25 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આટલું જ નહીં મહિનાના અંતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. હજુ પણ એક ઠંડીનો રાઉન્ડ આવશે. જેના માટે તૈયાર રહેજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 24 જાન્યુઆરી સુધી ગરમી પડશે. અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ગુજરાતીઓએ ઠંડીના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. આટલું જ નહીં અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની આગાહી પણ કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કાતિલ ઠંડીનો ફરીથી રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતથી ઉત્તર-પૂર્વ દિશાની અંદર રાજસ્થાનના પૂર્વ ભાગ પર સક્રિય થયેલું એન્ટી સાયક્લોન ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. જે આગળ નીકળી જતાં ફરીથી ગુજરાતનું હવામાન બદલાશે. આ એન્ટી સાયક્લોનની અસરના કારણે અત્યારે મહત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી જેટલું ઊંચકાયું છે.
-> ક્યાં કેટલું તાપમાન નોંધાયું? :- ગઈકાલના તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 13.8 ડિગ્રી, ડીસા 15.0 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 17.5 ડિગ્રી, વડોદરા 15.8 ડિગ્રી, સુરત 17.8 ડિગ્રી, ભુજ 14.4 ડિગ્રી ,કંડલા 14.8 ડિગ્રી, અમરેલી 14.6 ડિગ્રી, ભાવનગર 18.0 ડિગ્રી, દ્વારકા 17.1 ડિગ્રી , ઓખા 18.6 ડિગ્રી, પોરબંદર 14.8 ડિગ્રી , વેરાવળ 18.3 ડિગ્રી, રાજકોટ 15.0 ડિગ્રી , સુરેન્દ્રનગર 17.5 ડિગ્રી, મહુવા 16.1 ડિગ્રી અને કેશોદ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.