હાટી ક્ષત્રિય સમાજના 66 યુગલોએ સાધુ સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા.છેલ્લા 28 વર્ષથી સતત દર વખતે 60 ઉપરાંત યુગલોના લગ્ન આ હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા થતા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે. અને આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધે છે.
આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતો મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ભવનાથ, વિજયબાપુ સતાધાર, અશ્વિન્ગીરી ચોટીલા ચામુંડા માતાજી મહંત, સહિત આઈ શ્રી નિર્મલા માં, આઈ શ્રી દેવળમાં, આઈ બેલી માં, આઈ શ્રી દેવલ માં સહિત માતાજી અને ખાસ આ તકે વાંકાનેર સ્ટેટના રાજા સાહેબ કેસરીદેવજી ઝાલા એ ઉપસ્થિત રહી યુગલોને પોતાના આશીર્વાદ આપ્યા હતા. અને આ સમૂહ લગ્ન ને દીપાવ્યો હતો. તો સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
હાટી ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ તકે સાધુ સંતો રાજા સાહેબ સહિત આ સમૂહ લગ્નમાં આર્થિક માનસિક અને શારીરિક રીતે સહયોગ આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો.